ટ્રાફિક નિયમન માટે હવે તંત્ર તરફથી કડક પગલાં લેવાશે. ખાસ કરીને ટ્રાફિક નિયમનો ભંગ કરનારા હવે કોઈ રીતે છટકી શકશે નહી. પોલીસે ટ્રાફિકનિયમને લઈને એક ચોક્કસ યોજના બનાવી કાઢી છે. ગુજરાતમાં ટ્રાફિકના નિયમો તોડવામાં યુવાનો હોશિયાર છે. પરંતુ હવે કોઈ રીતે ટ્રાફિકનિયમ ભંગ થાય એવું નહીં બને. આવનાર સમયમાં સૌરાષ્ટ્રના મહાનગર ગણાતા રાજકોટમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે પોલીસ હવે કાયદેસરના પગલાં લેશે.
રાજકોટ ટ્રાફિક વિભાગને ટેકનોલોજીથી સજ્જ કરવા માટે હાલમાં પાયાથી મોટી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવે જો હાઈવે પર અકસ્માત થાય તો તાત્કાલિક મદદ મળી રહે એ માટે આયોજન થઈ રહ્યું છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા તરફથી જિલ્લા ટ્રાફિક શાખાને ઈન્ટર કાર આધુનિક સાધનોથી ટીમને તૈયાર કરવામાં આવી રહી છે. લેઝર ટ્રેક પ્રિન્ટર, સ્પીડ ગન, ptz, જીપીએસ સિસ્ટમ જેવા કેમેરા સેટ કરી દેવામાં આવ્યા છે. જે ઈનોવા ઈન્ટર સેપ્ટર કારમાં ઓવરસ્પીડથી વાહન ચલાવનાર, કાળા કાચ રાખનાર, સીટ બેલ્ટ ન પહેનાર શખ્સોને અત્યાધુનિક કારની મદદથી જે તે સ્થળ ઉપર જ પકડી પાડવામાં આવશે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બોલેરો કાર નવી ટેકનોલોજીથી સજ્જ કરાશે. ટ્રાફિક શાખાને પણ આ નવી કાર આપવામાં આવી છે. જે અકસ્માત સમયે લોકોને હાઈવે પર મદદરૂપ થશે. આ બોલેરો કાર પર હાઇવે પેટ્રોલ કારમાં હેલોજન લાઈટ, ઇલેક્ટ્રિક મોટર હાઇડ્રોલિક જેક, આધુનિક બેટરી રસ્તો જેવા સાધનોથી સજ્જ કરવામાં આવી છે. આ કારના ઉપયોગથી અકસ્માતમાં ફસાયેલા માણસોને તાત્કાલિક મદદ મળી રહે તેવા સાધનો ઉપલબ્ધ છે, જેના ઉપયોગથી લોકોની જિંદગી બચાવી શકાશે.