નવી દિલ્હી, ગુરુવાર
ભાજપના કેન્દ્રીય નેતૃત્વના તાજેતરના કેટલાક નિર્ણયોથી પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસને અલગ-થલગ અને કમજોર સ્થિતિમાં મૂકી દીધા છે. પાર્ટી તેમને સતત રાષ્ટ્રીય મંચ પર મહારાષ્ટ્રના નવા ચહેરા, જાણકાર, જનરેશન નેક્સ્ટ હિંદુત્વ નેતા તરીકે રજૂ કરતી હતી.
ગત ત્રણ દિવસોમાં વિનોદ તાવડેને રાષ્ટ્રીય સચિવના પદ પરથી ભાજપના મહાસચિવ તરીકે પ્રમોશન અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ચંદ્રશેખર બાવનકુલેના નોમિનેશનને આ વાતના સંકેત માનવામાં આવે છે. આ બંને ફડણવિસના કટ્ટર રાજકીય વિરોધી છે. આ નિર્ણયોથી એકવાત સ્પષ્ટ છે કે કેન્દ્રીય નેતૃત્વ પોતાના જૂના પોસ્ટરબૉયની પાંખો કાપી રહી છે. પોતાના કાર્યકાળ દરમિયાન, ફડણવિસે પૂર્વ શિક્ષણ મંત્રી તાવડેને હાંસિયામાં ધકેલ્યા હતા. કેબિનેટ વિભાગોને બદલીને કદ નાનું કરતા આખરે મરાઠા નેતાને 2019ની વિધાનસભાની ચૂંટણીઓમાં ટિકિટ પણ આપી ન હતી. આ પહેલા પૂર્વ વીજ મંત્રી અને નાગપુરમાં એક મજબૂત ઓબીસી નેતા બાવનકુલે, જેમને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના આશિર્વાદ પ્રાપ્ત છે, તેમને પણ ટિકિટ આપી ન હતી. કહેવામાં આવે છે કે આના કારણે વિદર્ભમાં ભાજપને ઓછામાં ઓછી 6 બેઠકોનું નુકસાન થયું હતું.
વિધાન પરિષદની ચૂંટણી માટે બાવનકુલેનું નામાંકન ભાજપ દ્વારા વિદર્ભમાં તેલી સમુદાય માટે એક આઉટરીચ તરીકે જોવામાં આવે છે. તેની સાથે ફડણવિસની કિંમત પર ગડકરીના હાથ મજબૂત કરવા તરીકે આને જોવામાં આવે છે. ફડણવિસ દ્વારા હાંસિયામાં ધકેલવામાં આવેલા એક અન્ય નેતા ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાવસાહેબ દાનવે છે. તેમને હવે કેન્દ્રમાં રેલવે, કોલસા અને ખાણ મંત્રાલયોમાં રાજ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તો બાવનકુલેએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે પાર્ટીએ મને પ્રદેશ મહામંત્રી બનાવ્યો છે. હવે તેણે મને પરિષધ ચૂંટણીઓ માટે નામાંકીત કર્યો છે. ભૂતકાળમાં જે થયું તેના સંદર્ભે હું શા માટે દુખી થઉં? ફડણવિસ દ્વારા ઉપેક્ષિત થયા બાદ એનસીપીમાં સામેલ થયેલા એકનાથ ખડસેએ કહ્યુ હતુ કે દીવાલ પર લખાણ તમામ માટે સ્પષ્ટ છે. બસ સમય-સમયની વાત છે. ફડણવિસે ગંદી રાજનીતિ કરી. તેમણે પોતાના તમામ રાજકીય પ્રતિસ્પર્ધીઓને સમાપ્ત કરી દીધા. આમ એટલા માટે થયું,કારણ કે તેમને કેન્દ્રીય નેતૃત્વનો વિશ્વાસ પ્રાપ્ત હતો. પરંતુ જલ્દીથી ચીજો બદલાવા લાગી. મે ભાજપ છોડી દીધી, કારણ કે હું ઉત્પીડનથી થાકી ચુક્યો હતો. મે ભાજપ માત્ર અને માત્ર ફડણવિસને કારણે છોડયું હતું.
ફડણવિસે કહ્યુ હતુ કે મને ખુશી છે કે વિનોદજી તાવડે રાષ્ટ્રીય મહાસચિવ બની ગયા છે. આ એક મહત્વપૂર્ણ ભૂમિકા છે, જેને ભૂતકાળમાં દિવંગત ગોપીનાથ મુંડે અને પ્રમોદ મહાજન જેવા નેતાઓ દ્વારા નિભાવવામાં આવી હતી. પરંતુ તેમના એક નજીકના સહયોગીએ કહ્યુ છે કે ટિકિટ વિતરણ અથવા કેબિનેટ બર્થના મામલામાં ફડણવિસને નિશાન બનાવવા અયોગ્ય હતું, કારણ કે આ કોર કમિટી સ્તર પર નિર્ધારીત કરવામાં આવે છે. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મંજૂર થાય છે. ભાજપની અંદર એ વાતની ચર્ચા છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે તો તેમના પાંચ વર્ષ તો ઘણાં સારા વીત્યા,પરંતુ ફડણવિસ એક સંગઠનાત્મક વ્યક્તિ અને એક ટીમના નેતા તરીકે નિષ્ફળરહ્યા. જ્યારે તેમણે એપ્રિલ-2013માં મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા,તો તેમણે નીતિન ગડકરી અને ગોપીનાથ મુંડેના નેતૃત્વવાળા પરંપરાગત પ્રતિસ્પર્ધી જૂથોને એકજૂટ કરવાના રૂપમાં જોવામાં આવ્યા. આઠ વર્ષ બાદ પાર્ટીના આંતરીક સૂત્રોએ તેમને શિવસેના સાથે 25 વર્ષ જૂના ગઠબંધનના તૂટવા માટે દોષિત ઠેરવ્યા હતા. કહેવામાં આવે છે કે લોકો પ્રત્યે તેમની શત્રુતાએ પાર્ટીમાં વધુ જૂથબંધી પેદા કરી, જેને તેઓ આંતરીક પ્રતિસ્પર્ધા તરીકે જોતા હતા. મુંડેના પુત્રી પંકજાની સાથે તેમની ખુલ્લી લડાઈએ પાર્ટીમાં ઘણાં લોકોના ગુસ્સાનો ભોગ બનાવ્યા. આ વર્ષે 3 જૂને ગોપીનાથ મુંડેના સમ્માનમાં એક ડાક ટિકિટ જાહેર કરવાના પ્રસંગે ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ મુંડેના નેતૃત્વની પ્રશંસા કરતા એક ભાવુક ભાષણ આપ્યું, જે કદાચ દેવેન્દ્ર ફડણવિસની સાથે પાર્ટીની નાખુશીનો પહેલો સંકેત હતો.