રાજ્યમાં દિન પ્રતિદિન ચોરી છેતરપીંડી,મારામારી અને ધાક ધમકીના કેસ સતત વધી રહ્યા છે. કેટલાક કિસ્સામાં સોની વેપારીઓ તેમની દુકાનમાં ચોરી કે છેતરપીંડી થવાની ફરિયાદ નોધાવતા હોય છે.પણ ખુદ વેપારી સામે કોઈએ ફરિયાદ નોધાવતા ઉલટી ગંગા વહેતી હોય તેવો ઘાટ ઘડાયો હતો. આવી જ એક ઘટના અમદાવાદ ત્યારે શહેરમાં સોની વેપારી સામે પણ આવી છે.
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા અને ક્રેન ભાડા આપવાના વ્યવસાય સાથે વિનોદને રૂપિયાની જરૂર હોવાથી પોતાની પત્નીના દાગીના સોનીને ત્યાં ગીરવે મુકીને રૂ 2.37 લાખ મેળવ્યા હતાં. પૈસાની સગવડ થઈ જતાં યુવક પત્નીના દાગીના છોડાવવા સોનીના ત્યાં પહોંચ્યો હતો. પરંતુ દાગીના આપવાની ના પાડીને સોની દંપતીએ યુવકને મારી નાંખવાની ધમકી આપી હતી. યુવકે આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
નિખિલ સોનીને દાગીના પરત આપવા જણાવતાં નિખિલે યુવકને કહ્યું હતું કે, બે ત્રણ દિવસ રહીને દાગીના લઈ જજો. જેથી યુવક પરત ઘરે જતાં રહ્યાં હતાં. થોડા દિવસ રહીને યુવકએ ફરીવાર નિખિલ સોનીને ત્યાં જઈને દાગીના માંગ્યા હતાં. પરંતુ નિખિલ અને તેની પત્ની સીમાએ દાગીના આપવાને બદલે યુવકને દાગીના નહીં મળે એમ કહીને મારી નાંખવાની ધમકી આપી હતી. હવે દાગીના લેવા આવશો તો ખોટા કેસમાં ફસાવી દઈશ તેવું પણ કહ્યું હતું. જેથી યુવક ગભરાઈને ઘરે જતો રહ્યો હતો.યુવકેએ ઘરે પોતાની પત્નીને આ બાબતની જાણ કરી હતી. બાદમાં તેમણે સોની નિખિલ અને તેની પત્ની સીમા સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવકની ફરિયાદ નોંધીને સોની સામે વધુ તપાસ હાથ ધરી છે.