કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાની પુસ્તક ‘લાલ સલામ’ના પ્રમોશન માટે કપિલ શર્માના શો પર પહોચી હતી જોકે સેટ પરના ગાર્ડ કેન્દ્રીય મંત્રીને ઓળખી ન શક્યા અને સેટ પર જતાં રોક્યાં હતાં.તેમના ડ્રાઇવર દ્વારા સમજાવટ કરવામાં આવી હતી પણ ગાર્ડ ટસનો મસ થયો ન હતો જેથી નારાજ મંત્રી શૂટિંગ કર્યા વગર પરત ફર્યાં. આ શો દ્વારા તેઓ પોતાના પુસ્તક વિશે વાત કરવાનાં હતાં.
જ્યારે કપિલ શર્મા અને તેની પ્રોડક્શન ટીમને આ વાતની જાણકારી થઇ તો સેટ પર ખળભળાટ મચી ગયો હતો. પ્રોડક્શન ટીમે સ્મૃતિ સાથે ઘણી વાત કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્મૃતિએ નારાજ થઇને શૂટિંગ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ સેટ પર પોલીસ કાફલો પહોંચ્યો અને કેન્સલ થયેલું શૂટિંગ થઇ જ ન શક્યું.
કેન્દ્રીય મંત્રી અને તેના ડ્રાઇવર તેમજ બે લોકોની ટીમ સાથે સ્મૃતિ સેટ પર પહોંચી હતી. એન્ટ્રન્સ પર સિક્યોરીટી ગાર્ડે તેને ઓળખી નહી અને અંદર જવા પર મનાઇ ફરમાવી દીધી. સ્મૃતિએ કહ્યું કે શૂટિંગ માટે તેને ઇન્વાઇટ કરવામાં આવી છે. તે સ્પેશ્યલ ગેસ્ટ છે. તેના પર ગાર્ડે કહ્યું મને કોઇ ઓર્ડર આવ્યો નથી સોરી મેડમ તમે અંદર નહી જઇ શકો.
સ્મૃતિ ગાર્ડને ઘણા સમય સુધી સમજાવવાનો પ્રયત્ન કરતી રહી, પરંતુ ગાર્ડ માન્યો નહી. પછી Zomatoનો ડિલિવરી બોય આવ્યો, તે કલાકારો માટે ફૂડ પેકેટ્સ પહોંચાડવા અંદર આવ્યો હતો, ગાર્ડે તેને કંઈપણ પૂછ્યા વગર જવા દીધો. જેના પર કેન્દ્રીય મંત્રી ખૂબ નારાજ થયા હતા.