Wednesday, September 11, 2024
HomeGujaratચૂંટણીના વર્ષમાં કોઈ ખટાશનો લાભ લઈ જાય નહીં તે જો જો, CM...

ચૂંટણીના વર્ષમાં કોઈ ખટાશનો લાભ લઈ જાય નહીં તે જો જો, CM પટેલની કાર્યકર્તાઓને ટકોર

સુરતમાં આવેલા વનિતા વિશ્રમ ગ્રાઉન્ડમાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ડિસેમ્બર મહિનામાં સુરતની મુલાકાતે આવવાની જાહેરાત કરી હતી. તો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 182નો લક્ષ્યાંક સિદ્ધ કરીને તમામ બહુમતીના રેકોર્ડ તોડી નાંખવા માટે કાર્યકરોને હાંકલ કરી હતી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને કહ્યું હતું કે, આ ચૂંટણીનું વર્ષ છે જો કોઈના મનમાં ખટાશ હોય તો તે સાથે મળીને દુર કરજો. ક્યાંક એવું બને નહીં કે આ ખટાશનો લાભ કોઈ બીજો વ્યક્તિ લઈ જાય. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સુરતનો સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં બીજો નંબર આવતા તમામ સફાઈ કર્મચારીઓ અને મેયર, પદાધિકારીઓ અને ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવ્યાં છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

ભાજપના ગઢ ગણતા સુરતના વનિતા વિશ્રમ ગ્રાઉન્ડમાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેને વર્ચ્યુઅલ સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું હતું કે, આપણે ત્યાં ભારતીય જનતા પાર્ટીની જૂની પરંપરા છે. નવવર્ષે નુતનવર્ષાભિનંદનનો કાર્યક્રમ કરીએ છીએ. આજે હું અગત્યની મીટીંગ છોડીને પણ તમારી સામે ઉપસ્થિત થયો છું. સ્વચ્છતાની અંદર બીજો નંબર આવતા મેયર અને તેની ટીમ તેમજ સાથે જોડાયેલા અધિકારીઓ અને ભાજપના કાર્યકર્તાઓનો હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આવતા વર્ષના સર્વેક્ષણમાં સુરત શહેર સ્વચ્છતામાં દેશમાં પ્રથમ નંબર આવે તેવા સંકલ્પ કરીએ.

સતત ગુજરાતની જનતાએ ભાજપને હંમેશા જીત અપાવી છે. સુરત ભાજપે તમામ ક્ષેત્રે ભાજપને વિજય અપાવ્યો. સીઆર પાટીલને કહ્યું છે કે ડિસેમ્બરમાં સુરતીઓને મળવાનો મોકો આપજો. છેલ્લા 31 વર્ષથી ગુજરાતમાં ભાજપ જીતી રહ્યું છે. સુરતની અંદર લઘુ ભારત વસે છે. સુરતમાં ગુજરાતના આર્થિક વિકાસની તમામ સંભાવનાઓ પડી છે. દેશભરના લોકો સુરતમાં વસ્યાં છે. પાંચ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનવાના લક્ષ્યાંકમાં સુરતનું સ્થાન મહત્વનું છે. પીએમ ગરીબ કલ્યાણ યોજનાની મર્યાદામાં વધારો કરીને માર્ચ સુધી કરી. 2022માં ગુજરાતની ચૂંટણી આવે છે. લક્ષ્યને પૂર્ણ કરવા માટે સહયોગ કરીએ. બહુમતીના તમામ રેકોર્ડ તોડીએ.

તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્નેહમિલનને સંબોધતા જણાવ્યું હતું કે, મારો જેવી રીતે નંબર લાગ્યો તેવી રીતે તમારો પણ કોઈ દિવસ નંબર લાગી શકે છે. કાર્યકર્તાઓને જે જવાબદારી મળી છે તેને નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે જણાવ્યું હતું. તો હાસ્યના અંદાજમાં જણાવ્યું હતું કે, આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે. જો કોઈ ખટાશ ઉભી થઈ હોય તો તેને સાથે મળીને દુર કરજો. આ ખટાશનો લાભ કોઈ બીજા લોકો લઈ જાય નહીં જાય તે જો જો. કારણ કે, ચૂંટણીના વર્ષમાં અને સમયમાં જ ખભે હાથ મુકનારાઓ મળે છે. કોરોનાકાળમાં ભાજપનો તમામ કાર્યકર પ્રજાની પડખે ઉભો રહ્યો હતો. સુરતના કાર્યકારોએ મારો વટ પાડી દીધો. અમારા સુધી પહોંચવાનો રસ્તો ક્લીઅર કરી દીધો છે. સુરતને સુંદર બનાવવા માટે હું અને મારી સરકાર હંમેશા તમારી સાથે ઉભા છીએ. આપણે જીતવા માટે જન્મ લીધો છે. વિધાનસભાની 182 સીટો જીતવા કાર્યકરોને હાકલ કરી હતી.

તો પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સ્નેહમિલનને સંબોધતા જણાવ્યું હતું કે, સુરતે સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં બીજો નંબર મેળવ્યો છે. આ એવોર્ડ હું તમામ સફાઈ કામદારો, કર્મચારીઓ અને મનપાના પદાધિકારીઓને સમર્પીત કરૂં છું. ભાજપનો કાર્યકર્તા હોવું તે ગૌરવની બાબત છે. જ્યારે કાર્યકર્તા કામ સાથે જોડાય ત્યારે પરિણામ અવશ્ય મળે છે. 2002માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતથી અશ્વમેઘ યજ્ઞની શરૂઆત કરી હતી. જેનો અશ્વ આજે આખા દેશમાં ફરી રહ્યો છે. કોઈ પણ રાજ્યએ તેને અટકાવવાની કોશીશ પણ કરી નથી અને રોકી શકી નથી. કારણ કે અશ્વની સાથે ભાજપના કાર્યકર્તારૂપી તેના સૈનિકો હંમેશા તેની સાથે રહ્યાં છે. ભાજપના કાર્યકર્તા તરીકે આપણે ઘણીબધી ભૂલ કરી હોય છે પરંતુ પ્રજાએ એ તમામ ભૂલોને માફ કરીને ભાજપને ખોબલે ખોબલે મત આપ્યાં છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,567FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW