કેન્દ્ર સરકાર શીયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી રેગુલેટ કરવા માટે બિલ લાવવાની તૈયારીમાં છે. જ્યારથી આ સમાચાર સામે આવ્યાં છે ત્યારથી લોકો અંદાજો લગાવી રહ્યાં છે કે, સરકાર ક્રિપ્ટો કરન્સી ઉપર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. આ સમાચારોના પગલે બીટકોઈનના ભાવ ઘટીને એક મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. માર્કેટ્સ અને એક્સપર્ટસ સરકારના આ પગલાની અસરનું અનુમાન લગાવી રહ્યાં છે. પરંતુ સુત્રો જણાવી રહ્યાં છે કે સરકાર જેવી રીતે રેગ્યુલેશનની વાત કરી રહી છે તેનાથી ક્રિપ્ટો કરન્સી ઉપર સમગ્ર રીતે બેન નહીં લાગે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સુત્રોના જણાવ્યા પ્રમાણે રેગ્યુલેશન મૈકેનિઝમ નક્કી થયા બાદ ક્રિપ્ટોકરન્સીનો ખોટો ઉપયોગ નહીં થઈ શકે. સરકાર એ બાબતની ચીંતા કરી રહી છે કે ક્રિપ્ટોનો ઉપયોગ હવાલા કે ટેરર ફંડીંગમાં કરવામાં આવે નહીં. ક્રિપ્ટો કરન્સીને કાયદેસર રીતે માન્યતા નહીં આપવામાં આવે કારણ કે તે વર્તમાન કરન્સી અને દેશની ટેક્સ સિસ્ટમ માટે જોખમ બની શકે છે. તેણે આગળ કહ્યું હતું કે, એક કડક મૈકેનિઝ્મ તૈયાર કરવામાં આવશે. જો કે લો એનફોર્સમેન્ટ એજન્સીઓ તે નક્કી કરી રહ્યાં છે કે ક્રિપ્ટો કરન્સીનું ટ્રાન્ઝેક્શન ક્યાંથી શરૂ થશે અને તેનો ઉપયોગ કોઈ રાષ્ટ્રવિરોધી કે ગેરકાયદે કામમાં તો નથી કરવામાં આવી રહ્યો ને.
ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021 તે 26 બિલમાં સામેલ છે કે જેને શીયાળુ સત્રમાં સંસદમાં રજૂ કરવામાં આવશે. સંસદનું શીયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે. આ પહેલા બીજેપીના નેતા જયંત સિન્હાની અધ્યક્ષતામાં સંસદીય સમિતિની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ક્રિપ્ટો કરન્સી ફાઈનાન્સ અને તેના શેરહોલ્ડર્સમાં જોડાયેલા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. તે બાદ તે નિર્ણય લેવામાં આવ્યો હતો કે ક્રિપ્ટો કરન્સીને સંપૂર્ણ રીતે બેન લગાવી શકાય નહીં પરંતુ તેને રેગ્યુલેટ કરવામાં આવશે.