Friday, April 18, 2025
HomeGujaratરાજકોટ: આરોગ્ય વિભાગના દરોડામાં 600 લિટર પીણાંનો નાશ

રાજકોટ: આરોગ્ય વિભાગના દરોડામાં 600 લિટર પીણાંનો નાશ

રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય શાખા એ હાથ ધરવામાં આવેલા ચેકિંગ અંતર્ગત રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં સંતકબીર રોડ પર આવેલી શંકર વિજય એન્ટરપ્રાઈઝમાંથી મોટી માત્રામાં એક્સ્પાઈરી ડેઈટવાળા કોલ્ડ્રીક્સ અને ફલેવર્ડ મિલ્કનો જ્થ્થો ઝડપાયો છે.


આ નકામો સ્ટોક મળી આવતા તેમણે ડીએમસીની સુચનાથી તાત્કાલીક અસરથી પેઢીને સીલ કરી દેવામાં આવી હતી. એક્સ્પાઈરી ડેઈટવાળા ફલેવર્ડ મિલ્ક અને કોલ્ડ્રીંક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

ચેકિંગ દરમિયાન વર્ષ 2017 થી 2021 સુધીના અલગ અલગ સમયગાળામાં એકસ્પાઈર થયેલુ 646 લીટર બેવરેજીસનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં જાણીતી બ્રાન્ડના ઠંડા પીણાં પણ હતા. અમુલ કુલ ફલેવર્ડ મિલ્કની 2400 બોટલ, સ્પ્રાઈટ કોલ્ડ્રીંક્સની 2.50 મીલીની 18 બોટલ, ફેન્ટા 1.250 મીલીની 12 બોટલ અને 750 મીલીની 45 બોટલ જ્યારે લીમ્કાની 750 મીલીની 26બોટલ મળી આવી હતી. જેનો નાશ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત અલગ અલગ 19 સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઉપરાંતહેરી કાદરભાઈ વૈદ્યને લાયસન્સ અંગે નોટિસ અપાઈ હતી. રામદેવ ડેરીફાર્મ અને નીલ કોલ્ડ્રીંક્સને લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. ખોડલ ખમણ હાઉસમાંથી વાસી 3 કિલો ખમણ, એમઆર પીઝામાંથી 3 કિલો વાસી પીપેઈડ ફૂડ અને મચ્છુ ડેરીમાં તારીખ વગરના 50 પેકેટ છાશનો નાશ કરવામાં આવ્યો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,152FollowersFollow
2,820SubscribersSubscribe

TRENDING NOW