Sunday, January 26, 2025
HomeGujaratમોરબીની યુવા આર્મીની ટીમે સિવિલ હોસ્પીટલમાં રક્તદાન કર્યું

મોરબીની યુવા આર્મીની ટીમે સિવિલ હોસ્પીટલમાં રક્તદાન કર્યું

મોરબીમા ઈમરજન્સી સમયમાં ઝડપથી સેવા માટે જાણીતા યુવા આર્મી ગ્રુપ તેમના સેવાકાર્ય થી હંમેશા ચર્ચામાં રહેતુ હોય છે. કારણ કે યુવા આર્મી ગ્રુપ હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય સાથે મોરબીના લોકોની ઈમરજન્સી બ્લડની જરૂરીયાત પુરી કરવા રાત -દિવસ તત્પર રહે છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યું છે.

કોરોના મહામારીને કાબુમાં લેવા હાલ સરકાર દ્વારા સરકાર દ્વારા વેક્સિનેશન પર ખૂબ જોર દેવામાં આવી રહ્યું છે પરંતુ વેક્સિન લીધા બાદ લોકો 15 દિવસ સુધી રક્તદાન કરી શકતાના હોવાને કારણે બ્લડ બેંકમા ક્યારેક બ્લડની ખુબ જ સોર્ટેજ ઉભી થઈ જાય છે. ત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બ્લડની જરૂરીયાત વાળા દર્દીઓના પરીવાર માટે જે તે બ્લડ ગ્રુપ નુ બ્લડ શોધવુ ખુબ જ મુશ્કેલ થઈ જતુ હોય છે. ત્યારે યુવા આર્મી ગ્રુપ હંમેશા આવા કપરા સમયમાં તેમના સાથે ખડેપગે રહે છે.
ગઈકાલે મોરબીની સિવિલ હોસ્પિટલમાં અકસ્માત તથા પ્રસૂતિના દર્દીઓ માટે A+ તથા B+ બ્લડની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઈ હતી.જેની જાણકારી હોસ્પિટલના ડો.કપિલભાઈ બાવરવાએ યુવા આર્મી ગ્રુપને કરવામાં આવી હતી. જે બાદ યુવા આર્મી ગ્રુપના A+તથા B+બ્લડ ગ્રુપ સભ્યો દ્વારા તાત્કાલિક ઘોરણે 15 બોટલ બ્લડ ની વ્યવસ્થા કરી આપવામા આવી હતી. જે માટે થયને હોસ્પિટલ પ્રશાસન તથા દર્દીના પરીવાર જનોએ યુવા આર્મી ગ્રુપ મોરબીને આશિર્વાદ તથા આભાર વ્યક્ત કર્યો હતો.બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે કે યુવા આર્મી ગ્રુપમા જરૂરીયાત સમયે રક્તદાન કરીને જોડવા માટે ગ્રુપના હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરી શકો છો તેવુ ગ્રુપના મેન્ટોર પિયુષ ભાઈ બોપલિયા‌ની યાદીમા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,791FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW