Wednesday, July 9, 2025
HomeNationalધરતીને બચાવવા માટે નાસાએ મોકલ્યું સ્પેસક્રાફ્ટ, વાંચો શા માટે મિશન છે ખાસ

ધરતીને બચાવવા માટે નાસાએ મોકલ્યું સ્પેસક્રાફ્ટ, વાંચો શા માટે મિશન છે ખાસ

ધરતીને એસ્ટેરોઈડ અને અંતરીક્ષમાં રહેલા અન્ય મોટા જોખમોથી બચાવવાની સંભાવનાની જાણકારી મેળવવા માટે અંતરીક્ષ એજન્સી નાસાએ બુધવારે ખાસ મિશન લોન્ચ કર્યું છે. જે હેઠળ એક અંતરીક્ષ વિમાન કે સ્પેસક્રાફ્ટને અંતરીક્ષમાં મોકલવામાં આવ્યું છે. ડીએઆરટી સ્પેસક્રાફ્ટ નામનું આ અંતરીક્ષ વિમાન સ્પેસમાં રહેલા ડિમોર્ફસ નામના ચંદ્રમાં સાથે ટકરાશે. આ ટક્કરના પરિણામથી ભવિષ્યમાં ધરતીને બચાવવામાં મદદ મળશે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

જાણકારી પ્રમાણે અનુસાર નાસાનું ડીએઆરટી સ્પેસક્રાફ્ટ ડિમોર્ફસ સાથે 6.6 કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કે 24 હજાર કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ટકરાશે. બંનેની આ ટક્કર 26 સપ્ટેમ્બર 2022થી લઈને 1 ઓક્ટોબર 2022ની વચ્ચે થવાની સંભાવના જણાઈ રહી છે.

ડાર્ટ મિશનના કોઓર્ડિનેશન પ્રમુખ અને જોન્સ હોપકિન્સ એપ્લાઈડની ફિઝિક્સ લેબમાં પ્લેનેટરી સાઈન્ટીસ્સ નૈંસી ચાહોટે જણાવ્યું છે કે, ડિડિમોસ પરિક્ષણ મિશન માટે એક આદર્શ પ્રણાલી છે. કારણ કે તેમાં ચંદ્રમાં છે જે નિયમિત રૂપથી એસ્ટેરોઈડની પરિક્રમાં કરે છે. હવે અમે તેને ત્યાં સુધી જોઈ શકીએ છીએ કે જ્યારે તે મુખ્ય એસ્ટેરોઈડની સામેથી પસાર થાય છે.

ઉલ્લેખનીય છે કે, પૃથ્વીની ફરતે ઘણા એસ્ટેરોઈડ ગ્રહ આવતા રહ્યાં છે. કેટલાક તો પૃથ્વીની કક્ષામાં ઘુસીને ધરતી સાથે પણ ટકારાયા છે. પરંતુ જો કોઈ મોટો એસ્ટેરોઈડ ધરતી સાથે ટકરાય તો મોટું નુકશાન થઈ શકે છે. ધરતીને આ સંકટથી બચાવવાના રસ્તો શોધવા માટે આ મિશન કરવામાં આવી રહ્યું છે. જો તેના પરિણામો સકારાત્મક રહેશે તો ભવિષ્યમાં પણ ધરતી તરફ વધતા સંકટોના રૂપમાં આવનારા એસ્ટેરોઈડને આ પ્રકારના સ્પેસક્રાફ્ટ મોકલીને નષ્ટ કરી શકાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
2,990SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page