Saturday, January 25, 2025
HomeGujaratCentral GujaratCMનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલક વચ્ચે આવ્યો પછી થયું...

CMનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલક વચ્ચે આવ્યો પછી થયું એવું કે…

મહાનગર અમદાવાદથી એક એવી ઘટના બની છે કે, એક વાહનચાલકને મુખ્યમંત્રીના કોન્વોય આગળથી પસાર થવું મોંઘુ પડ્યું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પાસેથી પસાર થવાના હતા. એવામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસ જ્યારે ડ્યૂટી પર હતી ત્યારે મુખ્યમંત્રીના કાફલા આગળ એક ચાલક ડબલ સવારીમાં જતો હતો. એરપોર્ટ પાસે આવેલા હાંસોલ તલાવડી સર્કલ નજીક પોલીસ કોન્વેની વોર્નિંગ કારે આગળ સાઈડમાં જવાનું ચાલકને કહ્યું હતું. પણ તેણે બુમાબુમ કરીને પોલીસની ફરજમાં અડચણ ઊભી કરી હતી.

જેથી બંને સામે પોલીસે ગુનો નોંધીને તપાસ ચાલું કરી છે. આ સમયે એરપોર્ટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ શૈલષભાઈ પોતાની ડ્યૂટી પર હતા. એ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાંથી નીકળવાના હતા. તેઓ VIP બંદોબસ્તમાં હાંસોલ તલાવડી સર્કલ નજીક હતા. એ સમયે મુખ્યમંત્રીનો કાફલો વોર્નિંગ કાર સાથે આગળથી પસાર થતો હતો. એ સમયે શૈલેષભાઈએ ચાલકને સાઈડમાં આવવાનું કહ્યું. પણ ડબલ સવારીમાં જઈ રહેલા આ વ્યક્તિએ અચાનક બૂમો પાડવાનું ચાલું કરી દીધું. અમને કેમ રોકે છે એવું કહીને તે રસ્તા પર ઊભો રહી ગયો હતો.

આ મામલે પોલીસે રવિ તલરેજા અને વિક્કી તલરેજા સામે ફરિયાદ નોંધી છે. મુખ્યમંત્રી રસ્તા પરથી નીકળવાના હોવાથી કોઈ રીતે ટ્રાફિક જામ ન થાય એ માટે બંનેને હાંસોલ પોલીસ ચોકીએ લઈ જવાયા હતા. પછી પોલીસે મુખ્યમંત્રીના કાફલા આગળ વાહન ચલાવનાર સામે પોલીસની ડ્યૂટીમાં વિધ્ન ઊભું કરવાને લઈને ફરિયાદ નોંધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સત્તા પર આવ્યા બાદ તેમણે સૂચના આપી હતી કે, જ્યાંથી તેઓ પસાર થવાના હોય ત્યાં અગાઉ કલાકોથી ટ્રાફિક બંધ કરાવવા કે હેરાન થાય એવું કંઈ કરવું નહીં. આ કેસમાં પોલીસે બે યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW