રાજકોટ સિટીમાં બની રહેલા લક્ષ્મીનગર બ્રિજને તૈયાર કરવા માટે મનપા એ સૂચના આપી હતી. તારીખ આપી દેવામાં આવી હતી. પણ રેલવે તરફથી ચોખવટ સામે આવી હતી કે, એટલા દિવસમાં કામ નહિ થાય. એવું કહીને હાથ ઊંચા કરી દેવાયા હતા. રેલ વિભાગે હજુ બીજા 10 દિવસની માંગ કરી છે. પણ જો હવે વધુ સમય આપવામાં આવે તો લોકાર્પણ માટે 1 મહિનો રાહ જોવી પડે. તા.13 બાદ લોકાર્પણ માં કમુરતાં નડશે. તા.13 ડીસેમ્બર સુધી સારા મુહૂર્ત છે. એ પછી શરૂ થતાં કમુરતાં મકરસંક્રાંતિ સુધી ચાલશે. બ્રિજ માટે છેલ્લી તાં.10 ડીસેમ્બર અપાઈ હતી.
પણ હવે ત્યાં સુધીમાં બ્રિજ પુરો નહિ થાય. બીજા 15 દિવસ આપવામાં આવે તો 25 ડીસેમ્બર સુધી કામ ચાલે એમ છે. પણ લોકાર્પણ માં કમુરતાં નડશે. આ માટે કોઈ પદાધિકારી રાજી નહિ થાય. હવે તા.26 જાન્યુઆરીના દિવસે એ ખુલ્લો મુકાઈ એવા એંધાણ છે. બે તંત્ર વચ્ચેના સંકલનના અભાવે એક પાછળ ઠેલે છે. તો લોકાર્પણ માં પણ મોડું થાય એ હવે નક્કી છે.