અંબાજી મંદિરથી લઈને ગબ્બરના પહાડની ટોચે જતા રસ્તામાં નવીનીકરણની કામગીરી હાથ ધર્યા બાદ હવે ભકતોને 51 શક્તિપીઠો આસપાસ પરિક્રમા કરવાની મંજૂરી આપવામાં આવશે. થોડા વર્ષો પૂર્વે અહીં મંદિરો અને ગુફાઓ બનાવવામાં આવી હતી. જો કે આ પરિક્રમા આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચથી શરૂ થશે તેવું માનવામાં આવી રહ્યું છે. જર્જરિત થયેલા પગથિયાનું પણ રિનોવેશન પૂર્ણ થઈ જશે. લગભગ રૂ.61.57 કરોડના ખર્ચે તમામ 51 શક્તિપીની જેવા મંદિરો બનાવવાનો અનોખો પ્રોજેકટ હાથ ધરાયો હતો. જેનો વર્ષ 2008ના શિલાન્યાસ થયો અને 47 મંદિરની પ્રતિકૃતિ તેમજ 3 ગુફા આપવાનું કામ 2014માં પૂર્ણ થયું હતું.

દંતકથા મુજબ તમામ શક્તિપીઠોના દર્શન કરવા એ અશ્વમેઘ યજ્ઞ સમાન છે. પરિક્રમામાં ત્રણથી ચાર કલાકનો સમય લાગવાની ધારણા છે. આ પ્રતિકૃતિઓના પાકિસ્તાનમાં હિંગુબા, બાંગ્લાદેશના ચટ્ટલ, કર્ણાટકના સુગંધા,શ્રીલંકાના ઈન્દ્રાક્ષી, નેપાળના ગંડકી તથા પીઠ, તિબેટના માનસરોવરની પ્રતિકૃતિ પણ સામેલ છે. હવે તેની પરિક્રમા ટૂંક સમયમાં શરૂ થશે.