ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા આજે અમદાવાદની જાણીતી કંપની એસ્ટ્રલ પાઈપ અને રત્નમણી મેટલ્સમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.સિંધુ ભવન ખાતે આવેલ એસ્ટ્રલ ઓફિસ આસપાસ પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.ઇન્કમટેક્ષની આ રેડમાં 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા.
બંને કંપની સાથે સંકળાયેલ મોટા અધિકારીઓને ત્યાં ચકતા સર્ચ ઓપરેશનમાં લગભગ 150થી વધુ અધિકારીઓ જોડાયા હતા.આ સર્ચમાં મોટા પાયે બેનામી વ્યવહાર મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદમાં 25 અને રાજ્ય બહાર 15 સ્થળે તપાસ
આ અંગેની મળતી માહિતી મુજબ હાલ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર,દિલ્હી અને રાજસ્થાનમાં આવેલ કંપનીની ઓફિસમાં હક સર્ચ ઊરેશ્ન ચાલી રહ્યા છે.એસ્ટ્રલ પાઈપ્સના 40 ઠેકાણા પર આ તપાસ હાથ ધરવામાં આવી છે.જે માંથી 25 અને ગુજરાત બહાર 15 સ્થળનો સમાવેશ થાય છે.
એસ્ટ્રલ પાઈપ્સનાં ચેરમેન સંદીપ એન્જિનિયર અને રત્નમણિના ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં ઇન્કમટેક્સની ટીમ તપાસ કરી રહી છે. આ ઉપરાંત બંને કંપનીના અન્ય ડાયરેકટરોને ત્યાં પણ ચેકિંગ ચાલુ છે