Friday, March 21, 2025
HomeBussinessચાર દિવસ બાદ આજે બજારમાં ઘટાડા ઉપર લાગી બ્રેક, જાણો કાલે કેવી...

ચાર દિવસ બાદ આજે બજારમાં ઘટાડા ઉપર લાગી બ્રેક, જાણો કાલે કેવી રહેશે તેની ચાલ

ચાર દિવસના સતત ઘટાડા બાદ આજે બજારમાં ઘટાડા ઉપર બ્રેક લાગી ગઈ છે. સેંસેક્સ નિફ્ટી બંને લીલા રંગના નિશાનમાં બંધ થયા છે. આજે નિફ્ટી અડધો ટકો ઉપર વધીને 17, 500ની ઉપર બંધ થવામાં સફળ રહ્યું છે. બેંક નિફ્ટીમાં પણ થોડી તેજી જોવા મળી હતી અને 144 પોઈન્ટ વધી હતી. તો સેંસેક્સ 198 પોઈન્ટ વધીને 58, 664 ઉપર બંધ થયું છે. તો નિફ્ટી 87 પોઈન્ટ વધીને 17, 503 ઉપર બંધ થઈ છે. બેંક નિફ્ટી 144 પોઈન્ટ વધીને 37, 273 રૂપિયા ઉપર બંધ થયું છે. જ્યારે મિડકેપ 534 પોઈન્ટ વધીને 30, 685 ઉપર બંધ થયું છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

મોતીલાલ ઓસવાલના ચંદન તપાડીયાએ જણાવ્યું છે કે, નિફ્ટીએ ડેઈલી સ્કેલ ઉપર બુલીશ કેંડલ બનાવ્યું છે અને તે છેલ્લા 5 કારોબારી સત્રોથી લોઅર હાઈ-લોઅર બનાવી રહી છે. હવે જો નિફ્ટીને 17, 650 અને 17, 777ની પાસે જવું હોય તો તેણે 17, 500ની ઉપર બની રહેવું પડશે. તો નીચેની તરફ તે સિવાય 17, 350 અને 17, 200ના લેવલ ઉપર સપોર્ટ છે.

કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચૌહાણના જણાવ્યા પ્રમાણે ડે ટ્રેડર્સ માટે 17, 400નું સ્તર ઘણું મહત્વનું રહેશે. જો નિફ્ટી તે સિવાય ઉપર ટકી રહે છે તો ફરી આપણે 17, 600 – 17,650 સુધીની પુલ બેક રેલી જોવા મળી શકે છે. તો બીજી તરફ જો નિફ્ટી 17, 400ની નીચે જાય છે તો તેમાં નબળાઈ આવી શકે છે અને તે 17, 330 અને 17, 280ની તરફ જઈ શકે છે.

ચોઈસ બ્રોકીંગના પલક કોઠારીના જણાવ્યા પ્રમાણે વર્તમાનમાં નિફ્ટી માટે 17, 200 ઉપર પહેલો સપોર્ટ છે. જ્યારે 17, 600 ઉપર રેજિસ્ટેંસ નજર આવી રહી છે. જો નિફ્ટી 17, 600નું લેવલ પાર કરે છે તો ફરી તેમાં 17, 800 અને 17, 900નું લેવલ જોવા મળી શકે છે. તો બીજી તરફ બેંક નિફ્ટીને 36, 300 ઉપર સપોર્ટ છે. જ્યારે ઉપરની તરફ 38, 000ને પાર રેજિસ્ટેંસ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
49,632FollowersFollow
2,660SubscribersSubscribe

TRENDING NOW