Wednesday, September 11, 2024
HomeGujaratગોઝારો નેશનલ હાઈવે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત, 3નાં મોત

ગોઝારો નેશનલ હાઈવે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત, 3નાં મોત

રાજ્યમાં દિવસે દિવસે માર્ગ અકસ્માતી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હાઈવે પર થતા અકસ્માતના મોટાભાગના કિસ્સાઓમાં જીવ ગુમાવવાનો વારો આવે છે. ક્યારેક ડ્રાઈવરની બેદરકારીને કારણે તો ક્યારેક ખોટી ઊતાવળ અકસ્માત નોતરે છે. આવી જ એક ઘટના નવસારી પાસે થઈ હતી. જે અકસ્મતામાં ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટના બને છે.

જેમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે. નવસારી નેશનલ હાઈવે NH 48 પરથી પસાર થઈ રહેલી અર્ટિગા કાર ડિવાઈડર કુદીને સામેના ટ્રેક પર આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. દૂધના ટ્રક સાથે કાર અથડાતા કારનું પડીકું વળી ગયું હતું. જેમાં ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. આ ત્રણેય પિતરાઈ ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે.

નવસારી નેશનલ હાઈવે 48 પર પસાર થઈ રહેલી અર્ટિગા કાર અચાનક ડિવાઈડર કુદીને સામેના ટ્રેક પર પડી હતી. એ સમયે દૂધથી ભરેલો ટ્રક એ ટ્રેક પર પુરપાટ વેગથી આવી રહ્યો હતો. કાર દૂધના ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ યુવાનો વલસાડથી સુરત બાજુ જઈ રહ્યા હતા એ સમયે આ ઘટના બની હતી. કારની સ્થિતિ જોઈને જ સમજી શકાય છે કે, કાર અકસ્માત કેટલો ગંભીર હશે. બોનેટથી લઈને ડ્રાઈવિંગ સીટ સુધીના ભાગનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં મોતને ભેટેલા યુવકોની ઓળખ આયુષ ભરત પટેલ (ઉ.વ.20, વલસાડ), અજય અરવિંદ પટેલ (ઉ.વ.37, વલસાડ) અને મયુર બિપિન પટેલ (ઉ.વ.28,ચિખલી નવસારી) તરીકે થઈ છે. આ ઘટના અંગેની જાણ થતા પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે ત્રણ યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ ચાલું કરી છે. મુંબઈ અમદાવાદ હાઈવે ફરી એકવખત ગોઝારો પુરવાર થયો છે. મુંબઇથી અમદાવાદ જતા રૂટ પરથી આવી રહેલી ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઇડર કુદાવીને સામેના ટ્રેક પર આવી ચડી હતી.

કારને ભારે નુકસાન થયું હતું. આ સમગ્ર મામલે કન્ટેનર ચાલકે ફરિયાદ દાખલ કરાવી છે. નવસારી ગ્રામ્ય પોલીસે કેસની તપાસ સોંપવામાં આવી છે. અકસ્માતમાં ટ્રકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ફરી એકવખત અમદાવાદ મુંબઈ હાઈવે રક્તરંજીત થયો છે. સારા રસ્તાઓ અને નેશનલ હાઈવે જોઈને ગાડી દોડાવનારા ચાલકો માટે આ અકસ્માત એક ચેતવણી રૂપ કિસ્સા સમાન છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,567FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW