Thursday, February 20, 2025
HomeCrimeબેક ટૂ બેક મર્ડરનો સીલસીલો. યથાવત

બેક ટૂ બેક મર્ડરનો સીલસીલો. યથાવત


મોરબીના ભગવતીપરામાં ગાળો બોલવા ની ના પાડતા યુવકને છરીના ઘા ઝીકી રહેંસી નાખ્યો
મોરબી જિલ્લો ફરી યુપી બિહાર તરફ જઈ રહ્યો હોય તેમ બેક ટુ બેક મર્ડરની ઘટનાનો સીલસીલો શરૂ થયો છે. રવિવારે રાત્રે મોરબીના સો ઓરડીમાં રૂપિયાની લેતી દેતી મુદે મિત્ર એ જ તેના મિત્રને પતાવી દેવાની ઘટના બની હતી તો બીજી ઘટના મકનસર નજીક પ્રેમજીનગરમાં બની હતી અહીં ત્રણ ચાર દિવસ પહેલા માવાના રૂપિયાની લેતી દેતી મુદે થયેલ ઝઘડામાં યુવકને તીક્ષણ હથિયારના ઘા ઝીકી દેવાતા તેનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટયો હતો હજુ આ બે મર્ડર ઓછાહોય તેમ ત્રીજી ઘટનાં મોરબીના પંચાસર નજીક ભગવતીપરામાં બની હતી બનાવની મળતી માહિતી મુજબ

સોમવારે મોડી રાત્રીના બારેક મોરબીના વાવડી રોડ ઉપર ભગવતીપરામાં રહેતા નવઘણભાઈ હરેશભાઈ અજાણા નામના યુવાનને પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલ પમ્પ પાસે આરોપી મોહસીન ઉર્ફે ગજની કરીમભાઈ પિંજારા રે.પંચાસર રોડ વાળા સાથે કોઈ બાબતે બોલાચાલી થતા આરોપી મોહસીન ઉર્ફે ગજની ગાળો આપતો હોય નવઘણભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપી મોહસીન ઉશ્કેરાઈ ગયો હતો નવઘણભાઈને છાતીના ડાબા ભાગે છરી મારી દીધી હતી. જેથી ગંભીર હાલતમાં યુવકને લમોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટયો હતો. ઘટના બાદ ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી . બનાવ અંગે મૃતકના કાકા મનુભાઈ પાંચાભાઈ અજાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં મોહસીન ઉર્ફે ગજની વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે હત્યા અંગે ગુન્હો નોંધી ગજનીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,545FollowersFollow
2,610SubscribersSubscribe

TRENDING NOW