આખરે 20 મહિના બાદ રાજ્યની ધો.1થી 5 ની ઓફ્લાઇન સ્કૂલ શરૂ કરી દેવામાં આવી છે. જે માર્ચ 2020માં બંધ કરવામાં આવી હતી. રાજ્યમાં ઘટી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. ગત. તા.27 ઓગસ્ટથી ધો.6 થી 12 ની સ્કૂલના ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા. 50 ટકા સંખ્યા સાથે સ્કૂલ શરૂ કરી શકાશે. વિદ્યાર્થીઓ ને એકાત્રે બોલાવી શકાશે.
સુરતમાંથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ કહ્યું હતું કે, વાલીઓ, શાળા સંચાલકો, શિક્ષણવિદોની સતત રજુવાતને ધ્યાને લઈને સરકારે આ નિર્ણય કર્યો છે. કોરોના કાબૂમાં આવતા તબક્કાવાર શાળા કોલેજ શરૂ કરવા માટે નિર્ણય લેવાયો છે. અહી બાળકની હાજરી મરજિયાત રેહશે. વાલીઓની સંમતિ થી જ એમના સંતાનોને શાળામાં ક્લાસમાં બેસવા દેવામાં આવશે. બાળકોના આરોગ્યને લઈને અત્યાર સુધી કોઈ મંજૂરી અપાઈ ન હતી. 20 મહિના બાદ શરૂ થયેલી શાળામાં કોવીડ ગાઇડલાઈન્સ નું પાલન કરવું પડશે. વાલીઓની સહમતી અનિવાર્ય છે. બોર્ડની તમામ સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કરી દેવાશે. હવે બાલમંદિર અને પ્લે હાઉસના ભૂલકાઓ માટે નિર્ણય લેવાશે. પ્રાથમિક શાળામાં સમૂહ પ્રવૃત્તિ બંધ રહેશે. દરેક એસોપી પર શિક્ષણ વિભાગની ખાસ નજર રહેશે.