મોરબીના પ્રેમજીનગરમાં માવાના પૈસા આપવા મુદે યુવક પર ત્રણ શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરવાની ઘટના બની હતી.આ પ્રકરણમાં રાજકોટ.સારવાર લઈ રહેલા યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં ફરી એકવાર હત્યાનો સિલસિલો શરુ થયો હોય તેમ રવિવારે એક યુવકની રૂપિયાની લેતી દેતી મુદે છરીના ઘા ઝીકી હત્યા કરી દેવાઈ હતી હજુ આ બનાવની શાહી શુકાય તે પહેલા વધુ એક હત્યા સામે આવી છે. મળતી માહિતી મુજબ મોરબીના મકનસર પ્રેમજીનગર ગામના વેલજીભાઈ નાથુભાઈ શેખવાના દીકરા ગુલાબભાઈની દુકાનેથી આરોપી સુરેશ બે દિવસ પહેલા દુકાનેથી માવો લઇ ગયા હોય જે પૈસાની માંગણી કરતા આરોપીઓ. ઉશ્કેરાઈ ગયા હતા. જેનો ખાર રાખી ચુનીલાલ વઘોરા, કાંતાબેન ચુનીલાલ વધોરા, સુરેશ ચુનીલાલ વઘોરા, રાકેશ ચુનીલાલ વધોરા, મોહન રવજી વઘોરા અને હસું મોહન વધોરા એ બોલાચાલી કરીને મારામારી કરી હતી.જેમાં તલવાર, ધોકા, પાઈપ વડે હુમલો કરી દેતા ફરિયાદીના પુત્ર ગુલાબ, જયેશ અને સુનીલ એમ ત્રણ યુવાનોને ઈજા પહોંચી હતી ત્રણમાંથી એક શખ્સ ગુલાબને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે.રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો બનાવ બાદ મોરબી તાલુકા પોલીસના મહિલા પીએસઆઈ ડાંગર અને સ્ટાફ હોસ્પિટલમાં દોડી ગઈ હતી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.