Wednesday, December 11, 2024
HomeSportsT20 અંતિમ મેચમાં હીરો પટેલ બંધુ એ કહ્યું આ આપણી વચ્ચે રહેવું...

T20 અંતિમ મેચમાં હીરો પટેલ બંધુ એ કહ્યું આ આપણી વચ્ચે રહેવું જોઈયે

Advertisement

ભારતે ત્રીજી ટી20 ઈન્ટરનેશનલ મેચ 73 રનથી ન્યુઝીલેન્ડ સામે જીતી લીધી. ભારતે કોલકાતામાં ઈડન ગાર્ડન્સની બેટિંગ માટેની પિચ પર કમાલનું પ્રદર્શન કર્યું છે. 7 વિકેટના ભોગે 184 રન કર્યા. 185ના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને ઉતરેલી ન્યૂઝીલે્ડની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી. અક્ષર પટેલે 9 રન આપીને 3 મહત્વની વિકેટ ખેરવી લીધી. ન્યૂઝીલેન્ડ ટીમને શરૂઆતમાં જ મળેલા આ ઉપરાઉપરી ઝટકાથી બહાર આવી શક્યું નહીં અને 17.2 ઓવરમાં 111 રન બનાવીને આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ.

હર્ષલ પટેલે રાંચીમાં રમાયેલી મેચથી ડેબ્યૂ કર્યું હતું. 25 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ભારતને સાત વિકેટથી જીત અપાવવામાં હર્શકની મોટી ભૂમિકા હતી. આ સાથે જ છેલ્લી બે ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં બંને મેન ઓફ ધ મેચ એવોર્ડ પટેલ સરનેમવાળા ક્રિકેટરને મળ્યા. જેના પર અક્ષર અને હર્ષલની મજાક મસ્તી પણ જોવા મળી. BCCIની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં અક્ષરે હર્ષલને તેના પ્રદર્શન વિશે પૂછ્યું. હર્ષલે કહ્યું કે, હર્ષલે કહ્યું કે ‘આ અસાધારણ અનુભવ છે. મને આશા ન હતી કે ડેબ્યૂ મેચ આટલી સારી જશે કારણ કે આ અગાઉ મારી કોઈ પણ ડેબ્યૂ મેચ સારી ગઈ નથી. પરંતુ મે મારી સ્કિલ્સનો સારો ઉપયોગ કર્યો અને પરિણામ પણ આપણા પક્ષમાં રહ્યું. અમે મેચ જીતી ગયા. મને નથી ખબર, આપણે હજુ એ નક્કી તો નથી કર્યું પરંતુ એવું લાગે છે કે મેન ઓફ ધ મેચ એવોર્ડ હવે પટેલો વચ્ચે રહેશે.’

અક્ષર પટેલે હસતા હસતા કહ્યું કે એવું લાગે છે કે પટેલ બધુ લઈને જાય છે. મે પ્લેયર ઓફ ધ મેચ લીધુ. તમે પ્લેયર ઓફ ધ મેચ પણ લીધો. આજે ગેમ ચેન્જર પણ લઈ લીધુ તો તમે નક્કી કરીને આવ્યા હતા કે કંઇકને કઈ તો લઈને જ જઈશ. જવાબમાં હર્ષલ પટેલે પણ મરક મરક હસતાં કહ્યું કે બોણી વગર પાછા નથી જવું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,093FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW