Sunday, January 26, 2025
HomeNationalપતિની શહીદી બાદ પત્ની પણ સેનામાં જોડાઈ, લેફ્ટનન્ટ બની શહીદ પતિનો શોર્ય...

પતિની શહીદી બાદ પત્ની પણ સેનામાં જોડાઈ, લેફ્ટનન્ટ બની શહીદ પતિનો શોર્ય ચક્ર સ્વીકાર્યો

14 ફેબ્રુઆરી 2019 પુલવામામાં ખાતે થયેલા હુમલા બાદ ભારતીય સેનાએ જૈશ એ મહમદની સામે ઓપરેશન ચલાવ્યું હતું.જેમાં પુલવામાં ખાતે આવેલ પિંગલીના મેજર વિભૂતિ શંકર ઢોડીયાલ શહીદ થયા હતા જેમાં બીજા ચાર જવાન પણ શહીદ થયા હતા તે સમયે તેમના પત્ની નિકિતા કૌલની અઠે તેમની છેલ્લી મુલાકાત જોઈ બધાની આંખો ગર્વની સાથે સાથે ભીની પણ થઇ ગઈ હતી લગ્ન એનીવર્સરીના બે મહિના પહેલા જ મેજર વિભૂતિ શંકર ઢોઢીયાલ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી.તેઓએ પુલવામાં હુમલાને અંજામ આપનાર આતંકીઓનો પીછો કરી 20 કલાક સુધી ઓપરેશન ચલાવી વીરગતિ પામ્યા હતા.

પતિના અવસાન બાદ પત્ની નિકિતા તૂટી ગઈ હતી જોકે પોતાની તમામ હિમત સાથે પતિને આઈ લવ યુ કહીને વિદાય આપી તેમજ પતિના વારસાને આગળ વધારવા પોતે પણ સેનામાં સામીલ થવાનો નિર્ણય લીધો હતો. અને બે વર્ષ દરમિયાન તેઓ પણ સેનામાં જોડાયા અને હાલ સેનામાં લેફ્ટનન્ટ તરીકે સેવા આપે છે.

આજે દેશના વીર સપુતને તેમના શોર્ય અને અભૂતપૂર્વ સાહસ માટે સન્માનિત કરવમાં આવ્યા હતા તેમાં મેજર શહીદ વિભૂતિ શંકર ઢોઢીયાલને મરણોપ્રાંત શોર્ય ચક્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે તેમની પત્ની નિકિતા કૌલે સ્વીકાર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW