Sunday, March 23, 2025
HomeNationalલશ્કર-એ-તૈયબાના નેટવર્કનો પર્દાફાશ,આતંકી સંગઠન સાથે હતું આવું કનેક્શન

લશ્કર-એ-તૈયબાના નેટવર્કનો પર્દાફાશ,આતંકી સંગઠન સાથે હતું આવું કનેક્શન

સુરક્ષાદળોને જમ્મુ કાશ્મીરમાંથી મોટી સફળતા મળી છે. પુલવામા પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સહયોગીઓના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જે દક્ષિણ કાશ્મીર જિલ્લામાં અનેક ગ્રેનેડ હુમલાઓ સાથે સંબંધિત કેસોની તપાસમાં હતા. ત્યારે કંઈક અસાધારણ હોવાની આશંકા જોવા મળી હતી. પોલીસે તપાસ દરમિયાન પાંચ આતંકીઓની ધરપકડ કરી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, તેમની ઓળખ શૌકત ઇસ્લામ ડાર, એજાઝ અહેમદ લોન, એજાઝ ગુલઝાર લોન, મંજૂર અહેમદ ભટ અને નાસિર અહેમદ શાહ તરીકે કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે આ મોડ્યુલ સ્લીપર સેલ તરીકે કામ કરતું હતું. તે શસ્ત્રો અને દારૂગોળાની ખરીદી તેમજ પરિવહનમાં સામેલ હતું. તેઓ તેમના પાકિસ્તાની આકાઓના ઈશારે સુરક્ષા દળો પર અનેક ગ્રેનેડ હુમલાઓમાં કરવામાં આવ્યા હતા. જેમાં આ પાંચેયની પણ ભૂમિકા રહી હતી. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની સામગ્રી મળી આવી છે. કાકાપોરા પોલીસ સ્ટેશનમાં કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

હિઝબુલ મુજાહિદ્દીનનો નવનિયુક્ત જિલ્લા કમાન્ડર શનિવારે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યો ગયો હતો. એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના અશમુજી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની બાતમી પર કાર્યવાહી કરતા, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જેમાંથી સ્લિપર સેલ નેટવર્ક ધમધમતુ હોવાની આશંકા સાચી પુરવાર થઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,117FollowersFollow
2,670SubscribersSubscribe

TRENDING NOW