જેમાં આ વર્ષે મોરબી પાલિકાએ રાજ્યમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં 7મો ક્રમ મેળવ્યો તો દેશમાં 85મો ક્રમ મેળવ્યો છે. રાજકોટ ઝૉનમાં આવતી 30 નગરપાલિકામાં મોરબીનો પ્રથમ ક્રમ આવ્યો છે. દેશભરમાં લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય અને પાલિકા પણ પોતાની કામગીરી વધુ ગુણવત્તા યુક્ત કરે તે માટે કેન્દ્ર સરકાર છેલ્લા 5 વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ કરીને એક યાદી જાહેર કરે છે. જેમાં અનેક શહેરના નામ રેન્ક અનુસાર જાહેર કરાઈ છે.
ઓછી વસ્તી ધરાવતી નગરપાલિકા પણ આ સર્વેમાં જોડાય છે. છેલ્લા 3 વર્ષથી મોરબીનું નામ આ યાદીમાં ના હતું. મોરબી નગર પાલિકાનો એક લાખથી વધુ અને 10 લાખથી ઓછી વસ્તીની કેટેગરીમાં સમાવેશ કરાયો હતો, છેલ્લા ત્રણ ચાર વરસથી મોરબી પાલિકાનો રેન્ક સતત ઘટી રહ્યો હતો. અન્ય નગરપાલિકા ની તુલનામાં રેન્ક નીચો રહ્યો હતો. રાજકોટ ઝોનમાં આવતી 30 નગરપાલિકા માં મોરબીનો ફર્સ્ટ રેન્ક આવ્યો છે. જ્યારે રાજ્યમાં ટોપ ટેન માં છે. સાતમા ક્રમે આવીને મોરબી વાસીઓએ સ્વચ્છતા પ્રત્યે તેઓ મહાનગર કરતા પાછળ નથી એ પુરવાર કર્યું છે. મોરબી પાલિકામાં આ વર્ષે થયેલા સ્વચ્છતા સર્વેક્ષણ વખતે કુલ 6000માંથી 3410.14 સ્કોર મળ્યો છે. દેશમાં 206 ક્રમ રહ્યો હતો.
રાજકોટ કોર્પોરેશનની મદદથી શહેરના તમામ મુખ્ય માર્ગો અને કોમર્શિયલ કોમ્પલેક્ષ અને જાહેર સ્થળમાં સફાઈ ઝુંબેશ, ડોર ટુ ડોર ગાર્બેજ નિકાલ માટે વાનની સંખ્યા વધારી, જાહેર શાૈચાલયના રીનોવેશન,હોર્ડિંગ્સ, લોક જાગૃતિ અભિયાન, કચરા નિકાલ વ્યવસ્થા જેવા મુદ્દા આ માટે જવાબદાર છે. ગતવર્ષે મોરબી 23માં ક્રમે રહ્યું હતું.
દેશના સૌથી સ્વચ્છ સિટીની યાદી
ગાર્બેજ ફ્રી સિટીમાં ગુજરાતનું એક માત્ર શહેર સુરત
ઈન્દોર, સુરત, વિજયવાડા, નવી મુંબઈ, પુણે, રાયપુર, ભોપાલ, વડોદરા, વિશાખાપટ્ટનમ, અમદાવાદ, રાજકોટ, લખનઉ, હૈદરાબાદ, થાણે, ગ્વાલિયર, ચંડગીઢ,નાસિક, ગાઝિયાબાદ, ચિંચવડ, જબલપુર