બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં પાન મસાલા બનાવતી એક કંપનીને કાયદેસરની નોટીસ મોકલી છે. જેમાં કહ્યું કે, જે એડ એમના પર ફિલ્માવવમાં આવી છે એનું પ્રસારણ રોકી દેવામાં આવે. અમિતાભ ગત વર્ષથી આ પાન મસાલા બનાવતી કંપનીની એડ કરી રહ્યા છે. જોકે, પોતાના જન્મદિવસ પર આ કંપની સાથનો પોતાનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો હતો. કોન્ટ્રાક્ટ ખતમ થઈ ગયો હોવા છતાં પણ કંપની સતત એમના પર ફિલ્માવેલી એડ પ્રસારિત કરતી હતી.
અમિતાભ બચ્ચનની ઓફિસરમાંથી એક એવી જાણકારી મળી હતી કે, પાન મસાલાની કમલા પસંદ કંપનીને પોતાની ટીવી એડનું બ્રોડકાસ્ટિંગ રોકવા કાયદેસરની નોટિસ મોકલી છે. એન્ડોર્સમેન્ટનો કોન્ટ્રાક્ટ ખતમ થઈ ગયો હોવા છતાં પણ કમલા પસંદ આને ટીવીમાં પ્રસારીત કરી રહી હતી. પાન મસાલાની એડમાં બિગ બી જોવા મળતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા. ત્યાર બાદ તેમણે પોતાના જન્મદિવસના દિવસે તા.11 ઑક્ટોબરના રોજ પાન મસાલાની એડ માટેના અગાઉનો કોન્ટ્રાક્ટ ખતમ કરવા માટે જાહેરાત કરી હતી. કોન્ટ્રાક્ટ ખતમ થયા બાદ પણ અમિતાભે કંપનીને આ અંગેના પૈસા પણ ચૂકવી દીધા હતા. જોકે, એ વાત પણ જાણવા મળી છે કે, કોન્ટ્રાક્ટ સહી કરતી વખતે અમિતાભને પણ આવો કોઈ ખ્યાલ ન હતો. આ એક પાન મસાલાની એડ હતી. કોઈપણ આલ્કોહોલ, તમાકુ અથવા સમાન ઉત્પાદન માટે જાહેરાત દરેકે હશે. જેમાં ઉત્પાદનનું સીધું વર્ણન કર્યા વિના, તે અન્ય સમાન ઉત્પાદન અથવા સંપૂર્ણપણે અલગ ઉત્પાદન તરીકે દર્શાવવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, આલ્કોહોલ ઘણીવાર મ્યુઝિક સીડી અથવા સોડાના સ્વરૂપમાં બતાવવામાં આવે છે. જેને સરોગેટ એડ કહેવાય છે. આ કારણે અમિતાભ પર વિવાદ થયો હતો. ફેન્સ પણ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા.