વિશ્વ ઉમિયાધામનો શિલાન્યાસ ગત તારીખ 29 ફેબ્રુઆરી 2020 ના રોજ સંપન્ન થયેલ, તે દરમિયાન 108 નિધિ કળશનું પૂજન કરવામાં આવેલ અને તે માના અમુક નિધિ કળશને અમેરિકા તથા કેનેડામા કળશ પરિભ્રમણ તથા પૂજન હેતુ મોકલવામાં આવેલ,
જ્યારે તારીખ 22. 11. 2021 ના રોજ વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણનું કાર્ય પ્રારંભ થવા જઇ રહેલ છે, ત્યારે તેમાંથી શિકાગો તથા મેરીલેન્ડ.યુ, USA,ના નિધિ કળશ અમેરિકાથી સંસ્થાના ઉપપ્રમુખ વી.પી.પટેલ લઈને એરપોર્ટ અમદાવાદ પર પધારેલ, જ્યાં તેમનું સંસ્થાના ઉપપ્રમુખ ડી .એન.ગોલ, મહિલા સંગઠન કમિટીના ચેરપર્સન ડો. રૂપલબેન પટેલ, પ્રિતીબેન પટેલ, સંગઠન મંત્રી વિક્રમભાઈ પટેલ, પશ્ચિમ રિજિયન તથા પૂર્વ રિજિયન- સંગઠનના હોદ્દેદારઓ તેમજ તમામ કાર્યકર્તાઓએ તેમનું ઉત્સાહપૂર્વક ભવ્ય ઢોલ-નગારા સાથે કળશ નિધિનું સ્વાગત કરવામાં આવેલ.
આ પ્રસંગે ખરેખર સંગઠનની ટીમે જે રાત દિવસ મહેનત કરીને જે કાર્ય કરી રહી છે ,તે ખરેખર બિરદાવવવાને પાત્ર છે. અને તમામ ટીમને સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલ સાહેબે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યાં