Thursday, December 12, 2024
HomeGujaratકમોસમી વરસાદથી મીઠાના અગરમાં પાણી ભરાયા,પરિવાર દીઠ 20,000નું નુકશાન

કમોસમી વરસાદથી મીઠાના અગરમાં પાણી ભરાયા,પરિવાર દીઠ 20,000નું નુકશાન

Advertisement

આપણા રસોડાની રસોઈને સ્વાદિષ્ટ બનાવવામાં મીઠું ઉપયોગી છે. જોકે રસોઈ સ્વાદિષ્ટ બનાવવા વપરાતું મીઠાનું ઉત્પાદન કરતા અગરિયાનું જીવન કડવું બની રહ્યું છે. તાજેતરમાં થયેલ કમોસમી વરસાદે આગરીયાઓની મેહનત પર પાણી ફેરવી દીધુ છે મીઠાના અગરમાં વરસાદી પાણી ભરાવાના કારણે એક અગર પરિવાર દીઠ 20,000નું નુકશાન થયું છે. તો અગાઉ તેમણે કરેલ 20થી 20 દિવસની મહેનત પણ એળે ગઈ છે.

મોરબી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી થયેલા કમોસમી વરસાદના કારણે એક તરફ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાકને નુકશાન થયું છે તો બીજી તરફ હળવદ અને માળિયા પંથકમાં અગરિયાઓને પણ મોટા પાયે નુકશાન સહન કરવાની સ્થિતિ ઉદ્ભવી છે. કમોસમી વરસાદના કારણે અગરિયા વિસ્તારમાં ઘૂંટણ સમાં પાણી ભરાયયા છે જેના કારણે એક અગરના મોનોબ્લોક,સ્ટાટર સહીતની સોલાર પેનલ પાણીમાં ગરકાવ થઇ ગઈ છે.વરસાદના કારણે 15થી 20 દિવસ કામગીરી મોડી શરુ થશે.

મોરબી જિલ્લામાં હળવદ પંથકમાં ટીકર,અજીતગઢ, તેમજ માળિયા તાલુકાના લગભગ 30 કિમી વિસ્તારમાં આવલે અગરમાં કામ કરતા 500થી વધુ પરિવારના 2000થી લોકોને મોટા પાયે નુકશાન થયું છે આગામી સિઝનમાં તેઓ મીઠું પકવવા હાલ જમીન સમતળ અને કડક બનાવવા મજુર પાસે મહેનત કરાવી હતી તેના પર વરસાદી પાણી ફરી વળતા તેઓની મહેનત એળે ગઈ છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,116FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW