બંગાળના અખાતમાં સર્જાયેલ હવાના દબાણને કારણે આંધ્રપ્રદેશ તમિલનાડુ અને પોંડેચેરીના અનેક વિસ્તાર ભારે વરસાદ અને પુરની સ્થિતિ સર્જાઈ છે. ઠેકઠેકાણે પાણી ભરાઈ જવા સાથે ભેખડો ધસી પડવાની ઘટના પણ નોધાઇ છે.તમિલનાડુના વેલ્લોર જિલ્લાના પેરેનામ્બુલ ગામે ભારે વરસાદને કારણે એક રહેણાંક ઈમારત તૂટી પડતા પાંચ મહિલા, ચાર બાળક સહીત નવ લોકોના મોત થયા હતા.
હોનારતમાં સાત વ્યક્તિને ઈજા પહોચી હતી.વિસ્તારમાં પાણી ભરાતા આસપાસ વસી રહેલા વેલ્લોર જિલ્લામાં વીતેલા કેટલાક દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો હોવાથી ઠેર ઠેર પાણી ભરાયેલ છે. મુખ્યપ્રધાન એમ કે સ્ટાઈલીને આ કરુણાતીકાનો ભોગ બનેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને રૂપિયા પાંચ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ 50 હજાર સહાય આપવાની જાહેરાત કરી હતી. ભારે વરસાદને કારણે ગયા સપ્તાહે તમિલનાડુના પાટનગર ચેન્નઈ ખાતે પણ પાણી ભરાયા હતા.
સાગર કાંઠા વિસ્તારમાં વરસાદ થઇ રહ્યો છે. બીજી તરફ આંધ્રપ્રદેશ પણ ગુરુવારથી જ ભારે વરસાદ નોધાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યો છે. શુક્રવારે આંધ્રપ્રદેશમાં પણ ગુરુવારેથી જ ભારે વરસાદ નોધાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યો છે. શુક્રવારે આંધ્ર પ્રદેશના કડપ્પા ખાતે ભારે પુરના કારણે બંધમાં ભંગાણ સર્જાતા સંખ્યાબંધ ગામોમાં જળ બંબાકાર જેવી સ્થિતિ છે.નંદુલર ખાતેનું સ્વામી આનંદ મંદિર પણ ડૂબી ગયું હતું.ઢોર ઢાંખર નદી પ્રવાહ તણાઈ ગયા હતા.