Sunday, March 23, 2025
HomeBussinessજાણો શું છે આ વેક્સીન પાસપોર્ટ,ફ્લાઈટ ટુર કરનારા ખાસ જાણે

જાણો શું છે આ વેક્સીન પાસપોર્ટ,ફ્લાઈટ ટુર કરનારા ખાસ જાણે

મુસાફરી દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગ હવે સામાન્ય બની રહ્યું છે. કેન્દ્ર સરકારે પ્રવાસ કરવા માટે એક લાંબા સમય સુધી આરોગ્ય સેતુ એપ્લિકેશન સાથે રાખવાનું અનિવાર્ય કરી દીધું છે. આ મામલે ઘણા રાજ્યમાં દંડ પણ વસુલવામાં આવ્યો હતો. એક રીપોર્ટ અનુસાર આવતા વર્ષથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગની જેમ પ્રવાસ દરમિયાન વેક્સિન પાસપોર્ટ એપ પણ જરૂરી છે.

દુનિયાના ઘણા દેશમાં કોરોના વાયરસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આવનારા નવા વર્ષથી ધીમે ધીમે બધુ સામાન્ય થઈ જશે. જોકે, આ આશાના કિરણ વચ્ચે એક કઠિન સફર બાકી છે. કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 2 કરોડની નજીક પહોંચી છે. જ્યારે 80 મિલિયન કોરોનાથી સંક્રમિત થયા છે. રીપોર્ટ અનુસાર ટૂંક જ સમયમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની જેમ વેક્સિન પાસપોટનો નિયમ આવે એવી સંભાવના છે. વેક્સિન પાસપોટ એક પ્રકારની એપ્લિકેશન છે. જેમાં વ્યક્તિના કોરોના વાયરસના ટેસ્ટ અંગેની જાણકારી હશે. જે પ્રવાસ દરમિયાન જરૂરી બનાવી દેવામાં આવશે. આ સિવાય પણ કોન્સર્ટ વેન્યુ, મુવી થિએટર્સ, કચેરીઓ વગેરેમાં પણ આ એપ જરૂરી કરી દેવામાં આવશે. જ્યાં સુધી વિદેશ યાત્રાનો મામલો છે તો એમાં પણ વેક્સિન પાસપોટ લાગુ કરી દેવામાં આવશે. આ રીતે ડિજિટલી હેલ્થને પાસ આઉટ કરી શકાય છે. ઘણી કંપનીઓમાં આ માટે સ્માર્ટફોન એપ્લિકેશન અને સોફ્ટવેર ડિઝાઈનનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે.

કોમ ટ્રસ્ટ નેટવર્ક અને આઈબીએમ જેવી મોટી કંપનીઓએ આ દિશામાં એડવાન્સ છે. તેને અગાઉથી આ આ વિષયને લઈને કામ પૂરુ કરી દીધું છે. WHOને મળેલા ઘણા બધા દેશના સૂચનો પર સંસ્થાએ કહ્યું કે, વેક્સિન પાસપોર્ટનો ઉપયોગ લોકો એમની વર્કપ્લેસ અને એક દેશમાંથી બીજા દેશમાં યાત્રા દરમિયાન કરી શકશે. ખાનગી વાહનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓને પણ તપાસવામાં આવે છે. જો આશંકા જણાય તો એમને જે તે સેન્ટરમાં રીફર કરી દેવામાં આવે છે. આ એપ્લિકેશન પ્રવાસીઓનું ઘણી કામ આસાન કરી દેશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,117FollowersFollow
2,670SubscribersSubscribe

TRENDING NOW