ભાવનગર શહેરમાંથી ગેરકાયદે ઘરેલુ વપરાશનાં ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી બીજા સિલિન્ડર ભરીને કોમર્શિયલ બાટલા ભરવાના કૌભાંડનો ભાવનગર પોલીસે પર્દાફાશ કર્યો છે.
પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી પૂછપરછ શરુ કરી છે. ગેસ સીલીન્ડરમાંથી ગેસ ચોરીનું કામ લાંબા સમયથી ચાલતું હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ઘર વપરાશનાં ગેસનાં સીલીન્ડરમાંથી ૨ થી ૩ કિલો ગેસ કાઢી ને કોમર્શિયલ ઉપયોગ કરનારાઓને સીલીન્ડરઓ ભરી આપવનું કામ છેલ્લા ઘણા સમય થી ચાલત હતું. શિવાજી સર્કલ નજીક એ.એસ.પી અને તેની ટીમે ઘરેલું ગેસનાં સીલીન્ડરમાંથી કૌભાંડ આચરતા યુનિટ પર રેડ કરી ઝડપી લીધું છે. શહેરનાં બી-ડિવિઝન વિસ્તારમાં આવતા ઘોઘારોડ મફતનગરમાં ચાલતા ગેરકાયદેસર ગેસનાં સીલીન્ડરનું ગેસ કટિંગ કરી ચોરી કરતા ઈસમો સાથે 96 ગેસ સીલીન્ડર જપ્ત કર્યા છે. જેમાં 62 ઘરેલુ વપરાશ અને 34 કોમ્શીયલ ગેસ સીલીન્ડરનાં બાટલાઓનું ફિલિંગ કરતા હતા.
ભાવનગરમાં એક તરફ લોકો ને ઘર વપરાશનાં ગેસનાં (સીલીન્ડર)બાટલા મળતા નથી તેવી ક્યારેક બુમ પડે છે. ત્યારે બીજીબાજુ જાણીતી કંપનીનાં બાટલાઓને રીફલીંગ કરવાનું કૌભાંડ અહીં લાંબા સમય થી ચાલતું હતું.