લગ્નના સપ્તપદીના ફેરા લેતા પૂર્વેની પળો ને કેમેરામાં કંડારીને આજીવન યાદગાર બનાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સંસાર શરૂ કરતાં પહેલાં મીઠી મીઠી યાદ માટે ઘણા કપલ પ્રિવેડ શૂટ કરાવે છે. જેમાં સૌરાષ્ટ્ર ના લોકેશન હોટ ફેવરિટ બની રહ્યા છે. ખાસ તો ઇન્ડોર સાથે હવે આઉટડોર શૂટિંગનો ક્રેઝ વધ્યો છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કચ્છ અને ઝાલાવડનું રણ, ગોંડલનો દરબારગઢ, ઓરચીડ અને રિવરસાઇડ પેલેસ,અનલગઢ, સોરઠ નો ઉપરકોટ, જૂનાગઢનો મકબરો, વિલિંગ્ડન ડેમ, ચોરવાડ અને માધવપુરનો દરિયા કિનારો,

સાસણનો પ્રાકૃતિક રમણીય નજારા વચ્ચે દરરોજ 5 થી 7 યુગલો કરાવે છે પ્રી-વેડ શૂટ કરવા માટે આવે છે. ક્યાંય દૂર જવાને બદલે લોકો નજીકના પ્લેસ પસંદ કરી રહ્યા છે.

લગ્નની સિઝન શરૂ થતાની સાથે જ યુગલો સારા ડેસ્ટિનેશન શોધવા લાગ્યા છે ત્યાં પોતાના પ્રિયતમ સાથે ખૂબસૂરત પળો ને કેમેરામાં આજીવન કેદ કરે છે. શિવરાજપુર નો સાગર કિનારો, સુરેન્દ્રનગરના દસાડા નું રણ, ગોંડલ -જૂનાગઢની હેરિટેજ પ્લેસ તો બીજી તરફ સાસણની રમણીય પ્રકૃતિનો નજારો સૌના ફેવરિટ રહ્યા છે.

પ્રી-વેડિંગ શૂટ કરવા માટે પાંચ પાંચ દિવસના વેઇટિંગ જોવા મલ્યા છે. હેરિટેજ થી લઈને નેચર સુધી તમામ વસ્તુ સૌરાષ્ટ્ર માં મળતી હોવાથી લોંગ ટુર ટાળે છે.
