Sunday, January 26, 2025
HomeGujaratડાકોર,દ્વારકામાં ભક્તોનો ઘોડાપુર,દ્વારકાધીશને અમેરિકન ડાયમંડના વાઘા

ડાકોર,દ્વારકામાં ભક્તોનો ઘોડાપુર,દ્વારકાધીશને અમેરિકન ડાયમંડના વાઘા

આજે કાર્તિક પૂનમ એટલે કે દેવ દિવાળીનું પાવન પર્વ હોવાથી તેનું ધાર્મિક મહત્વ ખાસ હોય છે. ભગવાન રણછોડજીના ડાકોર આગમનને આજે 866 વર્ષ પૂરા થયા છે. કારતક સુદ પૂર્ણિમા દેવદિવાળીએ ભગવાન ભક્ત બોડાણા સાથે ડાકોર આવ્યા હતા.તો બીજી તરફ દ્વારકામાં પણ કાર્તિકી પુનમની ઉજવણી કરવામાં આવી હતી.દ્વારકાધીશને 3000 અમેરિકન ડાયમંડના વાઘા તૈયાર કર્યા હતા

આ પાવન અવસર નિમિતે રણછોડ રાયના આંગણે પદયાત્રી મોટી સંખ્યા ઉમટી પડે છે. આગમન ઉત્સવને પગલે ભગવાન રણછોડજીને વિશેષ શણગાર કરાયો છે. ડાકોરના ઠાકોરે સવા લાખનો પરંપરાગત મુગટ ધારણ કર્યો છે. ‘જય રણછોડ’ના નાદ સાથે ડાકોરમાં આજે ઠેર ઠેર ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.


866 વર્ષ પહેલા સંવત 1212માં તેઓ દ્વારકા (dwarka)નગરીથી ડાકોરમાં આવ્યા હતા.દ્વારકાથી ડાકોરમાં આવીને તેઓ રણછોડરાય કહેવાયા. તેઓ ડાકોરના ભક્તોના હૃદયમાં વસ્યા. તેથી જ કાર્તિક પૂનમનો આ દિવસ ડાકોરવાસીઓ માટે ઉત્સવ જેવો બની રહે છે. આ દિવસે ખાસ દીપમાળામાં ઘીના દીવા પ્રગટાવીને મંદિરને શણગારમાં આવશે. જેના પ્રકાશથી મંદિર પરિસરમાં ભક્તિનો રંગ ફેલાય છે.

બીજી તરફ દ્વારકામાં તુલસી વિવાહ નિમિતે દ્વારકેશને 3000 અમેરિકન ડાયમંડ પહેરાવ્યા
તુલસીવિવાહની ઉજવણી દ્વારકાધીશ મંદિરે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.તુલસીવિવાહના બીજા દિવસે જાન જમાડવા માટે ખાસ છપ્પનભોગ ધરવામાં આવે છે. આજના દિવસે ભગવાન દ્વારકાધીશે રાજકોટમાં અમેરિકન ડાયમંડથી બનેલા વસ્ત્રો ધારણ કર્યા હતા.આ વસ્ત્રોમાં કુલ 3 હજાર અમેરિકન ડાયમંડનો ઉપયોગ થયો છે. આ વસ્ત્રો બનાવતા કુલ ચાર માસનો સમય લાગ્યો છે. સામાન્ય રીતે ભગવાન દ્વારકાધીશજીના વસ્ત્રો દ્વારકામાં જ બનતા હોય છે, પરંતુ પહેલીવાર રાજકોટમાં અમેરિકન ડાયમંડથી બનેલા વસ્ત્રો તૈયાર થયા છે.
આ વસ્ત્રો સંપૂર્ણ પણે હાથ બનાવટથી બનાવવામાં આવ્યા છે.જેમાં કોઇ મશીનનો ઉપયોગ થયો નથી. તેમ વસ્ત્રો બનાવનાર સોની વેપારી કિરીટભાઇ પાટડિયા જણાવે છે. વધુમાં સોની વેપારીના જણાવ્યાનુસાર સુરવાલ, બાજુબંધ, ઉપવસ્ત્ર- ખેસ, પીઠિકાજી, ગળાનો હાર, પીછવાઈ, મોજડી, હાથના કડા અને પગના ઝાંઝર વગેરે બનાવાયા છે. તુલસીવિવાહ બાદ છપ્પન ભોગ પણ ધરવામાં આવ્યો હતો અને સાથે વસ્ત્રો પણ અર્પણ કરવામાં આવ્યા હતા.વસ્ત્રોની ડિઝાઈન સંપૂર્ણ પણે મૌલિક રીતે તૈયાર કરાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW