21મી સદીમાં પણ હજુ ઘણા લોકો કુરીવાજો સાથે જોડાયેલા છે જેનો પરચો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો છે. બાળ લગ્ન કરાવી રહેલા ચાર કિસ્સાઓમાં તંત્રએ ઝંપલાવીને બાળ લગ્નને અટકાવ્યા છે. રાજકોટ જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક વિભાગ અને સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ છેલ્લા ત્રણ દિવસમાં ચાર બાળલગ્નો અટકાવ્યા છે.
જસદણ ગોંડલ અને બાબરામાંથી બાળ લગ્ન અંગે ચોક્કસ માહિતી મળી હતી. જેમાં એક દીકરી 16 અને બીજી દિકરી 14 વર્ષની છે. જ્યારે ગોંડલ માંથી મળેલા કેસમાં બંનેની ઉંમર 17 વર્ષની છે. આ મામલે પરિવારનું કૌન્સ્લિંગ કરવામાં આવ્યું છે.