કોરોનાની બીજી લહેર હળવી બન્યા બાદ પેટ્રોલ-ડીઝલ-સીએનજી અને પીએનજી ગેસોમાં સતત ભાવો વધી રહ્યાં છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ગરીબોને મળનારા કેરોસીનના ભાવમાં રૂ.12નો વધારો કરી દેતા લાભાર્થીઓમાં કચવાટની સાથે રોષની લાગણી જન્મી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
રાજકોટ જિલ્લામાં સૌથી વધુ રાજકોટ શહેરમાં 14000 પરિવારોને રાહતભાવનું કેરોસીનની ફાળવણી કરવામાં આવે છે. આ વખતે ઓઈલ કંપનીએ કેરોસીનના ભાવમાં વધારો ઝીંક્યો છે. કંપની દ્વારા 1 ક્વીંન્ટલના 45,771 રૂપિયા વસુલ કરવામાં આવ્યા છે. ગત મહિને આ ભાવ 38,509નો હતો. આમ કંપનીએ જ લીટરે રૂ.7નો વધારો ઝીંક્યો છે.
ગરીબ પરિવારોને કેરોસીન કંડલા અને વડોદરાથી ફાળવવામાં આવે છે. આથી પરિવહન ખર્ચમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. પરિવહન ખર્ચ અત્યાર સુધી 3.40 રૂપિય વસુલ કરવામાં આવતો હતો. તેના બદલે હવે ચાલુ મહિને 5.92 રૂપિયા વસુલ કરવામાં આવ્યો છે. આમ પરિવહનમાં પણ રૂ.6નો વધારો ઝીંકવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં 14000 અને જિલ્લાના વિવિધ તાલુકામાં 30,000 મળી કુલ 44,000 પરિવારોને રેશનિંગના કેરોસીનની ફાળવણી કરવામાં આવે છે અને એક જ મહિનામાં કેરોસીનમાં લીટરે રૂ.12નો વધારો