કંડલા વાકાનેર નેશનલ હાઇવે પર મોરબીના લાલપર ગામ નજીક આવેલ પાવર હાઉસ પાસે બપોરના સમયે ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા બે યુવાન આઈસર પાણીના ટાંકા સાથે ભટકાયા હતા જેથી બન્નેને ગંભીર ઈજા પહોચી હતી.ઘટનામાં વિજય રામચંદ્ર ગુપ્તાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો તેની સાથેના બીજા એક યુવક રામસિંગને ગંભીર ઈજા પહોચતા પ્રથમ મોરબી સિવિલ બાદ રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.ઘટનાને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસે પણ ફેટલ અકસ્માત અંગે નોધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

