ડિજીટલ પેમેન્ટને વધારે સરળ બનાવવા માટે ગુગલ પે એ એક શાનદાર ફિચરને જોડ્યું છે. હવે ગુગલ પે એપ હિંગ્લીશ ભાષામાં કામ કરશે. યુઝર હિંગ્લીશ (હિન્દી અને ઈંગલિશ મળીને) માં પણ આ એપને કંટ્રોલ અને કમાન્ડ કરી શકે છે. હિંગ્લીશ ભાષા આવતા વર્ષથી કામ કરવા લાગશે. તે સિવાય ગુગલની તૈયારી પે-વાયા-વોઈસ ફિચરને લોન્ચ કરવાની પણ છે. આ ફિચરની મદદથી તમે બોલીને એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારની લેણ-દેણ કરી શકો છો. આ સુવિધા તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવાશે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ ફિચરને લઈને ગુગલ તરફથી કહેવામાં આવ્યું છે કે, પૈસા આપણી જિંદગીનો સૌથી મહત્વનો ભાગ છે. તેવામાં તે જરૂરી છે કે પૈસા સાથે જોડાયેલું ટ્રાન્ઝેક્શન એટલું જ સરળ બને.એટલું સરળ હોય કે લોકોની વચ્ચે વાતચીત થતી રહે. તેને ધ્યાનમાં રાખીને હિંગ્લીશને ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. આ મામલામાં કંપની સ્પીચ ટુ ટેક્સ્ટ ફિચરને પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફિચરની મદદથી યુઝરને બોલાવીને એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે.
એક યુઝર જ્યારે કોઈ અન્ય યુઝરના એકાઉન્ટનો નંબર ટાઈપ કરવાનો હોય ત્યારે સ્પીચ ટુ ટેક્સ્ટ ફિચરની મદદથી આ કામને બોલીને પણ કરી શકાય છે. એકાઉન્ટ નંબર બોલીને ટાઈપ કર્યાં બાદ યુઝર્સ આ એકાઉન્ટ નંબરને કન્ફર્મ કરશે. યુઝર પાસેથી કંફર્મેશન મળ્યા બાદ જ તે કોઈપણ પ્રકારના ટ્રાન્ઝક્શનનું પ્રોસેસ હશે. તાજેતરમાં જ કંપનીએ ગુગલ પે એપ ઉપર બીલ સ્પીલ્ટ ફિચરને લોન્ચ કર્યું છે. તો ફિચર આવાતા વર્ષથી કામ કરવા લાગશે. વર્તમાનમાં ગુગલ પે એપની મદદથી વાર્ષિક 400 બિલિયન ડોલરનું ટ્રાન્ઝક્શન થાય છે.
આ સિવાય ગુગલે નાના દુકાનદારોની મદદ માટે માય શોપને લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ ફિચરની મદદથી એક મર્ચન્ટ ગુગલ પ્લેટફોર્મ ઉપર પોતાનું પ્રમોશન સરળતાથી કરી શકશે. વર્તમાનમાં આશરે 10 મિલિયન એટલે કે 1 કરોડ મર્ચન્ટ ગુગલ પે ફોર બિઝનેશનો ઉપયોગ કરી રહ્યાં છે. ઘણી ઝડપથી તે બિઝનેશ ગુગલ પે યુઝર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવામાં માય શોપની મદદથી તેની પહોંચ ડીજિટલ વર્લ્ડમાં થશે અને તેનાથી ઘણો ફાયદો પહોંચશે. આવનારા કેટલાક મહીનાઓમામં ગુગલ પે એપ ઉપર આ ફિચર્સની શરૂઆત થઈ જશે.
ગુગલે ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ ઉપર 10 બિલિયન ડોલર ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. હવે ગુગલ પે એપની મદદથી કોરોના વેક્સિનેશન સંબંધીત જાણકારી મેળવી શકાય છે. સાથે જ તમે તમારા માટે વૈક્સિનની સ્લોટ બુકીંગ પણ કરી શકો છો. ભારતમાં પોતાના વિસ્તાર માટે ગુગલે રિલાયન્સ જિયો સાથે હાથ ભાગીદારી કરી છે. બંને કંપનીએ મળીને સસ્તા સ્માર્ટફોન જીયો ફોન નેક્સ્ટને લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોનની મદદથી કંપની તે લોકો સુધી પહોંચવા માંગે છે જે વર્તમાનમાં સ્માર્ટફોટથી દુર છે. આ સ્માર્ટફોનમાં પ્રગતિ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઓપરેટિંગ સિસ્ટમને ગુગલ જિયોની સાથે મળીને ડેવલપ કરી છે.