Thursday, April 17, 2025
HomeGujaratમોરબી સહિત રાજ્યમાં કમોસમી વરસાદ ખેતરમાં શિયાળુ પાકને નુકશાનની ભીતિ

મોરબી સહિત રાજ્યમાં કમોસમી વરસાદ ખેતરમાં શિયાળુ પાકને નુકશાનની ભીતિ

બંગાળની ખાડીમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરમાં વાતાવરણ પલટાયું છે.બુધવારે અનેક વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ રહ્યા બાદ મોડી રાત્રે તેમજ ગુરવારે વહેલી સવારે મોરબી સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે.આ સિવાય અમદાવાદ શહેર અને મહેસાણા જીલ્લામાં પણ અલગ અલગ સ્થળે કમોસમી વરસાદ થયા હતા. એક તરફ કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ ખેડૂતોની પણ ચિંતા વધારી છે.બીજી તરફ ઘણા બધા ખેતરમાં હજુ કપાસ અને મગફળીનો તેમજ અડદ મગ સહિતના કઠોળ પાક ઉભો છે.તેમાં પણ નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે

બીજી તરફ ઘણા ખેડૂતોએ શિયાળુ પાકનું પણ વાવેતર કર્યું છે. વહેલી સવારે કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પણ ભીના થઇ ગયા હતા. માળિયા તાલુકામાં બીજી તરફ વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે.

મોરબીના દરિયાકાંઠાના ગામમાં રાત્રીના સમયે થયેલા વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં કાપણી કરી સૂકવવા મુકેલા ચોમાસું પાક પલળી ગયો હતો જેના કારણે તેમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી ચાર દિવસ 40 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ રાજ્યમાં 18થી 20 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે. રાજ્યમાં માવઠાની આગાહીને પગલે શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે.

હવામાન ખાતાએ માવઠાની આગાહી કરતા જણાવ્યું છે કે, તા.18ના રોજ ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તા.19ના રોજ દમણ, દાદરા નગર હવેલી, આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તેમજ તા.20ના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સમયે પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક પહોંચી શકે છે.

ઉતર ભારતમાં પણ થયેલ હિમ વર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે. નલિયા 10.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે.આગામી સપ્તાહમાં હજુ પણ ઠંડી વધે તેવી સંભાવના વધી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,026FollowersFollow
2,810SubscribersSubscribe

TRENDING NOW