આમ તો બોલિવૂડના અનેક એવા સેલેબ્સના સ્ટનિંગ અને સ્ટાઈલીશ આઉટફિટ વારંવાર જોવા મળે છે. ક્યારેક પાર્ટીમાં તો ક્યારેક કોઈ ઈવેન્ટમાં સતત ચર્ચા એમના આઉટફીટની ફેન્સ કરતા હોય છે. પણ બોલિવૂડમાં ફેશનને લઈને એક્ટર પણ કમ નથી. એક પછી એક હિટ ફિલ્મ આપનાર એક્ટર આયુષ્માન ખુરાના હવે પોતાના આઉટફિટને લઈને ચર્ચામાં છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ચંડીગઢ કરે આશિકી’ ટૂંક જ સમયમાં રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મ રીલિઝ થાય એ પહેલા એક્ટર આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત થયો છે.
તાજેતરમાં એક પ્રમોશન ઈવેન્ટ દરમિયાન આયુષ્માન એક સુપર સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યો હતો. ફોટોમાં એનો જબરદસ્ત સ્વેગ જોઈ શકાય છે. આ ઈવેન્ટમાં તેણે ગોલ્ડ એન્ડ સિલ્વર બોંબર જેકેટ પહેર્યું હતું. જેના પર સૌની નજર ચોંટી ગઈ હતી. આ આયુષ્માનનો ડિસ્કો લુક છે. જેને જોઈને એના ફેન્સ ખૂબ જ ઈમ્પ્રેસ થયા છે. આમ પણ આયુષ્માનના આઉટફિટ અનેક યુવાનોને પસંદ પડી રહ્યા છે. ગોલ્ડ અને વ્હાઈટ બોંબર જેકેટનું ડીઝાઈનિંગ ગૌરવ ગુપ્તાએ કર્યું છે. પણ આ કોઈ સામાન્ય જેકેટ નથી. આ જેકેટ EcoKaari તરફથી તૈયાર કરવામાં આવ્યું છે. એટલે કે, જેકેટમાં ઉપયોગમાં લેવાયેલા ફેબ્રિક્સ સમુદ્રના કચરામાંથી એકઠા કરવામાં આવ્યા છે. પ્લાસ્ટિક રેપર્સ, બોટલ અને બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તેણે આ શાનદાર લુકસમાં તેણે બ્લેક અને રેડ ગોગલ્સ પણ પહેરેલા છે. આ ઉપરાંત જેકેટની નીચે વ્હાઈટ ટી શર્ટ પહેર્યું છે. વ્હાઈટ પેન્ટ અને વ્હાઈટ બુટમાં લુક મસ્ત લાગી રહ્યો છે.
આ સાથે તેણે અલગ અલગ અંદાજમાં પોઝ આપેલા છે. ફેન્સ પણ તેનો આ લુક્સ જોઈને થોડા સમય માટે આશ્ચર્યમાં પડ્યા હતા. ગૌરવ ગુપ્તાએ આ જેકેટ પોતાની સાઈટ પર વેચવા માટે પણ મૂકી દીધું છે. પણ એના લુક્સ કરતા સૌથી વધારે ચર્ચા એના જેકેટની થઈ રહી છે.
ડીઝાઈનર ગૌરવ ગુપ્તાની વેબસાઈટ પરથી આ જેકેટ રૂ60,000ની કિંમતે ખરીદી શકાય છે. આયુષ્માન ખુરાના પોતાની ફિલ્મ્સથી સતત એક ખાસ ઓળખ બનાવી રહ્યો છે. ખાસ કરીને એના ફિલ્મના વિષય એકદમ હટકે હોય છે. હાલમાં આસામના કાઝીરંગામાં આઉટડોર શૂટિંગ કર્યા બાદ મેઘાલયના શિલ્લોંગમાં અનેકનું શૂટિંગ કરી રહ્યો છે. એવું એક મીડિયા રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે. આયુષ્માન ખુરાનાનું નામ પ્રતિષ્ઠિત મેગેઝિન ટાઈમ ટાઇમ 100 સૌથી પ્રભાવશાળી સૂચિમાં શામેલ થયું છે. આયુષ્માન એકમાત્ર ભારતીય કલાકાર છે, જેનું નામ આ સૂચિમાં શામેલ કરવામાં આવ્યું છે.