એવા લોકો જે ખોટા કે અનૈતિક રીતે પૈસા કમાય છે તેમના ઘરોમાં ક્યારેય પૈસા ટકતા નથી. તેઓ ભલે ગમે તેટલા પૈસાની કમાણી કરી લે થોડા સમય બાદ બરબાદ થઈ જ જાય છે. એવા પતિ-પત્ની જે હંમેશાં ઝઘડો કરે છે તેમના ઘરમાં પણ લક્ષ્મીજી વાસ કરતા નથી. મા લક્ષ્મી હંમેશાં એ ઘરોમાં રહે છે જ્યારે લોકો અરસપરસ પ્રેમ અને શાંતિથી રહે છે. તો અમીર બનવા માટે પતિ-પત્નીનું એકબીજાને સન્માન કરવું પણ જરૂરી છે.મોડેથી ઊંઘતા લોકો માં લક્ષ્મીને પસંદ નથી એટલે તુરંત જ પોતાની ટેવ બદલી લો.
સનાતન ધર્મમાં દરવાજા પર આવેલા ભિક્ષુકને પોતાના સામર્થ્ય મુજબ દાન આપવું ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે. જે ઘરમાં ભીક્ષુકોને દાન આપવામાં આવતું નથી અને તેમનું અપમાન કરવામાં આવે છે તેમના પર પણ મા લક્ષ્મી કૃપા કરતા નથી. ગંદકી મા લક્ષ્મીને જરાય પસંદ નથી. જ્યાં ગંદકી હોય ત્યાં પણ ક્યારેક મા લક્ષ્મી રહેતા નથી. તો પોતાના ઘરને હંમેશાં સ્વચ્છ રાખો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો પૈસાઓની તંગી હોય કે પછી ધનનું નુકસાન સતત થઈ રહ્યું હોય તો શુક્રવારના દિવસે મા લક્ષ્મીના મંદિરે જાઓ.
ત્યારબાદ પીળા રંગના ચોખા ચડાવીને મા લક્ષ્મીને પોતાના ઘરમાં આમંત્રણ આપો અને ઘરે જઈને મા લક્ષ્મીની ચોકી તૈયાર કરો. તેના પર માતાનો ફોટો રાખીને ગુલાબના ફૂલોની માળા ચડાવો અને વિધિ વિધાન સાથે માતાની પૂજા કરો. માન્યતા છે કે 11 શુક્રવાર સુધી એમ નિયમિત કરવાથી લાભ થાય છે.