કોરોના મહામારીના કારણે ભારતે વિદેશના પ્રવાસીને આવતા અટકાવવા વિઝીટર વિઝા પર પ્રતિબંધ મુક્યો હતો હવે ભારતમાં અને વિશ્વના અનેક દેશોમાં રસીકરણ થવાના કારણે કોરોના હળવો પડતા અનેક દેશોએ પ્રતિબંધ હટાવ્યા છે ત્યારે આ દિશામાં ભારતે પણ વધુ એક કદમ આગળ વધાર્યો છે. ભારત સરકારે સોમવારથી અમેરિકા,બ્રિટન,યુએઇ,કતાર ફ્રાંસ,અને જર્મની સહીત વિશ્વના 99 દેશોના પ્રવાસીઓને મંજુરી આપી દીધી છે.
ભારત સરકારે અગાઉ ઓક્ટોબર મહિનાથી કડક શરતો આધારે વિદેશી પ્રવાસીઓને ભારતમાં પ્રવેશ માટે એન્ટ્રી આપવાની શરૂઆત કરી હતી. આ દેશના લોકોને ક્વોરોન્ટાઈન થવાનું ફરજીયાત કરવામાં આવ્યું હતું. હવે 99 દેશના લોકોને પ્રવેશ મળશે આ પહેલા તેમણે ફુલ્લી વેક્સીનેટેડ હોવાનું સર્ટીફીકેટ આપવું પડશે.આ સિવાય અન્ય શરતો પણ રાખવામાં આવી છે જેનું પ્રવાસીએ પાલન કરવાનું રહેશે.
ભારત સિવાય તુર્કીએ સોમવારે નિયમ હળવા કરતા જાહેરાત કરી હતી કે ડબલ્યુએચઓ માન્યતા પ્રાપ્ત રસીના બન્ને ડોઝ લીધા હશે તેવા ભારત અને નેપાળના લોકોને પણ ક્વોરોન્ટાઈન થવાની જરૂર નથી.