હવે દેશમાં સુર્યાસ્ત પછી પણ મૃતદેહનું પોસ્ટમાર્ટમ થઈ શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે આ જાહેરાત કરી છે. આરોગ્ય મંત્રાલયે નિર્ણય લીધો છે કે જે હોસ્પિટલ પાસે રાત્રે પોસ્ટમાર્ટમ કરવાની સુવિધા છે, તેઓ હવે સુર્યાસ્ત પછી પણ પોસ્ટમાર્ટમ કરી શકશે. આરોગ્યમંત્રીએ જણાવ્યું કે અંગ્રેજોના સમયની વ્યવસ્થા હવે ખતમ થઈ ગઈ છે.
અંગદાન માટે પોસ્ટમોર્ટમ પ્રાથમિકતાના આધારે થવું જોઇએ. સુર્યાસ્ત પછી પણ એ હોસ્પિટલો પોસ્ટમાર્ટમ કરી શકશે, જેની પાસે સુવિધા છે. પોતાના આ નિર્ણયમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોઇ પણ શંકાને દૂર કરવા અને કાનૂની હેતુ માટે રાત્રે તમામ પોસ્ટમાર્ટની વીડિયો રેકોર્ડિંગ થશે. નિર્ણય મુજબ જ્યા સુધી કાયદા-વ્યવસ્થાની સ્થિતિ ના હોય, ત્યા સુધી હત્યા, આત્મહત્યા, બળાત્કાર, ખરાબ અવસ્થામાં મૃતદેહ, જેવી કેટેગરી હેઠળ આવતા મૃતદેહનું પોસ્ટમાર્ટમ રાતના સમયે નહીં થાય