Tuesday, November 12, 2024
HomeNationalCM યોગીના ડ્રીમ પ્રોજેક્ટપૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું આજે ઉદ્દઘાટન,

CM યોગીના ડ્રીમ પ્રોજેક્ટપૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું આજે ઉદ્દઘાટન,

Advertisement

ઉત્તરપ્રદેશના પૂર્વમાં આવેલા ગાજીપુરથી રાજધાની લખનઉને જોડનારા નવા પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન 16 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. આ તકે મંગળવારાનાં રોજ ભારતીય વાયુસેના દ્વારા એક ભવ્ય એર-શોની યોજના બનાવી છે. જે હેઠળ આ એક્સપ્રેસ-વે ઉપર સુખોઈ-30 એમકેઆઈ, જગુઆર અને મિરાજ 2000 ફાઈટલ જેટ્સ દ્વારા ફ્લાઈપાસ્ટ અને રોલર લેંડિંગનો ભવ્ય શો યોજાશે. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે 341 કિલોમીટર લાંબા એક્સપ્રેસ-વે ઉપર સુલ્તાનપુર જિલ્લાની પાસે 3.2 કિલોમીટર હવાઈ પટ્ટી બનાવાઈ છે. અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેની સાથે 35 લોકોના દળને C-130J સુપર હરક્યુલસ વિમાનમાંથી ઉતારવામાં આવશે. તે બાદ પ્રધાનમંત્રી મોદી જનસમૂહને સંબોધીત કરશે.પૂર્વાંચલ એક્સ્પ્રેસ વે ઉતર પ્રદેશના નવ શહેરમાંથી પસાર થશે જેમાં લખનઉ,બારાબંકી,અયોધ્યા,અમેઠી,આંબેડકરનગર ,સુલ્તાનપુર,આઝમગઢ,ગાઝીપુર શહેરમાંથી પસાર થવાનો છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

આશરે એક કલાક બાદ જ્યારે પીએમ પરત ફરશે ત્યારે એર સો શરૂ થશે. આ શોમાં ક્ષમતા પ્રદર્શન માટે એક મિરાજ 2000 પહેલા ટર્ન રાઉન્ડ સર્વિસિંગ માટે હવાઈ પટ્ટી ઉપર ઉતરશે. તે બાદ આ હવાઈ પટ્ટી ઉપર એએન-32 પરિવહન વિમાન ઉતારવાની યોજના છે. આ વિમાનમાં સેનાના પેરા સ્પેશયલ ફોર્સ અને ભારતીય વાયુ સેનાના ગરૂડના સૈનિક ઉતરશે. આ લોકો આપાતકાલીન લેન્ડીંગ ક્ષેત્રને સુરક્ષિત કરવાનું પ્રદર્શન કરશે. એવી પણ યોજના છે કે, એએન 32 વિમાન ઓલ ટેરેન વ્હીકલ લઈને જશે. લેન્ડીંગ બાદ તે ઉડાન પણ ભરશે.

તે બાદ 5 ફાઈટર જેટ ફ્લાઈપાસ્ટનું પ્રદર્શન કરશે. આ પ્રદર્શનમાં 1 મિરાજ 2000, 2 સુખોઈ 30 એમકેઆઈ અને 2 જગુઆરનો કાફલો હશે. તે બાદ તુરંત રોલર લેન્ડિંગ કરશે. રોલર લેન્ડીંગ ફાઈટર જેટ દ્વારા એક પ્રશિક્ષણ ગતિવિધિ છે. જેમાં વિમાન જમીન ઉપર ઉતરતાની સાથે જ ફરીથી ઉડાન ભરે છે. ટીઆરએસ માટે ઉતરનારા મિરાજ 2000 ઉડાન ભરતા એર-શોની શરૂઆત થશે. જ્યારે સમાપન કિરણ એમકે IIના ત્રણ વિમાનથી થશે. જે બાદ બે સુખોઈઈ 30 એમકેઆઈ હવામાં તિરંગો લહેરાવશે. જો કે રક્ષાસુત્રોના જણાવ્યા પ્રમાણે આ કાર્યક્રમમાં અંતિમક્ષણોમાં ફેરફાર થઈ શકે છે.

પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન માટે આયોજીત કાર્યક્રમનો એર-શો એક ભાગ છે. જો કે, પૂર્વાંચલ એક્સપ્રેસ-વે સીએમ યોગી આદિત્યનાથનો એક મેગા પ્રોજેક્ટ છે. જેને ઉત્તરપ્રદેશ ચૂંટણી 2022 પહેલા એક મોટી ઉપલબ્ધીના રૂપમાં પ્રદર્શીત કરવા માટે સરકારની યોજના છે. આ વર્ષના સપ્ટેમ્બરમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રોડ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ 925 ઉપર 3.5 કિલોમીટર લાંબી આપાતકાલીન લેન્ડીંગ પટ્ટીનું ઉદ્દઘાટન કર્યું હતું. યુદ્ધ કે અન્ય તત્કાલીન સ્થિત ઉપર આ હવાઈ પટ્ટી ઉપરથી ઈન્ડિયન એરફોર્સની સાથે ફાઈટર જેટ પણ આપાતકાલીન લેન્ડીંગ કરાવી શકાય છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,162FollowersFollow
2,390SubscribersSubscribe

TRENDING NOW