રાજસ્થાનના અજમેર નજીક આવેલ તીર્થરાજ પુષ્કરના પરંપરાગત રીતે ચાલતા આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત પુષ્કર મેળા 2021માં કાર્તિક એકાદશના રોજ પંચતીર્થ સ્નાન શરુ થયું હતું.

પંચતીર્થ સ્નાન માટે એક તિથી વધતા અ વર્ષે કારતક પુનમ સુધી એટલે કે 11થી 19 સુધી સ્નાન અને મેળો ચાલશે.એકદશી સ્નાનના મહત્વ એ પરથી લગાવી શકાય કે આ દિવસે શ્રદ્ધાળુઓની મસમોટી ભીડ જામી હતી.આ સ્નાન બ્રહ્મ મુર્હુતમાં લાગ્યું હતું.

આ વર્ષે રાજ્ય સરકારે કોરોના દરમિયાન આપેલ છૂટના કારણે મેળો પૂર્ણ રીતે જામ્યો છે અને લોકોને પણ સારી રીતે નજરો જોવા મળ્યો છે.વહીવટી તંત્ર અને પોલીસ પણ તંબુ લગાવી વ્યવસ્થાઓને નિયંત્રિત કરી રહી છે.પશુપાલન વિભાગ તરફથી ચાલી રહેલા પુસ્કર પશુમેલામાં અલગ અલગ પ્રકારના પશુઓની પ્રતિયોગિતાની જાહેરાત કરવામાં આવી છે.
