HomeGujaratઓસ્ટ્રેલીયમાં અનાવરણના 24 કલાકમાં મહાત્મા ગાંધીની પ્રતિમામાં તોડફોડ, PM મોરિસન લાલઘુમ

ઓસ્ટ્રેલીયમાં અનાવરણના 24 કલાકમાં મહાત્મા ગાંધીની પ્રતિમામાં તોડફોડ, PM મોરિસન લાલઘુમ

ભારત સરકાર દ્વારા ભેટમાં આપવામાં આવેલી મહાત્મા ગાંધીની કાંસાની પ્રતિમામાં ઓસ્ટ્રેલીયમાં તોડફોડ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને આ કૃત્યને શરમજનક જણાવી તેની નિંદા પણ કરી છે. આ ઘટનાને લઈને ભારતીય – ઓસ્ટ્રેલીયાના સમુદાયમાં નિરાશા ફેલાઈ છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી મોરિસને ભારતની આઝાદીના 75 વર્ષના ઉપલક્ષ્યમાં આયોજીત એક કાર્યક્રમમાં ભારતના મહાવાણીજ્ય દુત રાજકુમાર અને ઓસ્ટ્રેલીયાના નેતાઓની સાથે રોવિલમાં ઓસ્ટ્રેલીયાના ભારતીય સમુદાયના કેન્દ્રમાં પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને થોડા કલાકો બાદ જ આ ઘટના બની હતી.

મોરિસનના જણાવ્યા પ્રમાણે રવિવારે સમાચારોમાં જણાવાયું કે, આ સ્તરનું અનાદર જોવું શરમજનક અને ખુબ જ નિરાશાજનક છે. તેણે કહ્યું કે, આ દેશમાં સાંસ્કૃતિક સ્મારકો ઉપર હુમલો સાખી લેવામાં નહીં આવે. તેણે કહ્યું છે કે, તેના માટે જે પણ કોઈ જવાબદાર હશે તેણે ઓસ્ટ્રેલીયાના ભારતીય સમુદાયનું મોટુ અપમાન કર્યું છે અને તેને શરમ આવવી જોઈએ. પ્રતિમા ભારત સરકાર દ્વારા ભેટમાં આપવામાં આવી હતી.

એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વિક્ટોરીયા પોલીસે કહ્યું છે કે, અજ્ઞાત સંખ્યામાં અપરાધીઓએ શુક્રવારની સાંજે સાડા પાંચ વાગ્યે અને શનિવારના સાંજે સાડા પાંચ વાગ્યાની વચ્ચે પ્રતિમાને કાપવા માટે વીજ ઉપકરણોનો પ્રયોગ કર્યો હતો. પોલીસે કહ્યું છે કે, નોક્સ ગુનાની તપાસ કરવા માટે ઉચ્ચાધિકારીઓની ટીમ કામે લાગી છે અને પ્રત્યક્ષદર્શીઓને સામે આવીને નિવેદનો આપવા માટે અપીલ કરાઈ છે. શહેરમાં ભારતીય સમુદાયે આ ઘટના ઉપર દુખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ નિમ્ન સ્તરનું કૃત્ય છે.

એક સમાચારના જણાવ્યા પ્રમાણે ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન ઓફ વિક્ટોરીયાના અધ્યક્ષ સૂર્ય પ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, સમુદાય ઘણો હેરાન અને દુઃખી છે. મને સમજાઈ નથી રહ્યું કે, કોઈ આટલું નિમ્ન સ્તરનું કૃત્ય કેવી રીતે કરી શકે, તેણે કહ્યું કે, રોવિલ સેન્ટર વિક્ટોરીયા રાજ્યમાં પહેલું ભારતીય સામુદાયિક કેન્દ્ર છે અને 30 વર્ષના પ્રયાસ બાદ તે પ્રતિમાને ત્યાં સ્થાપિત કરવામાં આવી હતી.

તો બીજી તરફ ઓસ્ટ્રેલીયા ઈન્ડિયા કમ્યુનિટી ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ વાસન શ્રીનીવાસને જણાવ્યું હતું કે, આ વાતનું દુઃખ છે. કોઈએ પ્રતિમાના અનાવરણના 24 કલાક બાદ તેને તોડવાની કોશિશ કરી. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે વિક્ટોરીયા રાજ્યમાં આશરે 3 લાખ ભારતીયો રહે છે. અને મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું કે વિક્ટોરીયામાં આવું પણ થશે. શ્રીનિવાસને જણાવ્યું કે, આખો દિવસ ભારે વરસાદ થવાના કારણે પોલીસને આંગળીઓના નિશાન મળી રહ્યાં નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW