કુલ 120 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું, જેની બજાર કિંમત આશરે રૂ.600 કરોડ હોવાનું મનાય છે
ખાલિદ બક્સ નામના શખ્સની ડ્રગ્સ ઘુસાડવામાં ભૂમિકા, જે જૈશ એ મહમ્મદ આતંકી સંગઠન સાથે જોડાયેલ હતો
ગુલામ, સમશુદ્દિન, ઝબ્બાર નામના ત્રણ આરોપીની ધરપકડ
રવિવારે એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં અચાનક મધરાતે દરોડો પાડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો છે. એવું પ્રાથમિક અહેવાલમાંથી જાણવા મળે છે. રવિવારે મોડી રાતે પણ નવલખી પોર્ટ પાસેના ઝીંઝુડા ગામમાંથી 120 કિલોના જથ્થાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યુ છે.
આ ડ્રગ્સના જથ્થાની આશરે બજાર કિંમત 600 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મોરબીથી 35 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા છે.
આ અંગે તપાસ કર્યા બાદ એટીએસના ડીવાયએસપી કક્ષાના અધિકારી ઉપરાંત સ્થાનિક પોલીસને સાથે રાખીને રવિવારની રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા છે. આની ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.
જો કે, આ ઘટના અંગે એટીએસના ડીવાયએસપીએ કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ સપોલીસને વધુ એક સફળતા મોરબીમાંથી મળી છે. એટીએસ અને મોરબી પોલીસે આ કેસમાં બે શખ્સને કરોડો રૂપિયાના ડ્રગ સાથે ઝડપી લીધા છે. હવે આ બે શખ્સો કોણ છે, કેટલી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે. તે બાબતે એટીએસ અને સ્થાનિક પોલીસના ટોચના અધિકારીઓએ કોઈ ચોખવટ કરી નથી. શખ્સો કોઈ મોટા પ્લાન માં હતા એવું જાણવા મળે છે.