રેલવેની રિઝર્વેશન સિસ્ટમ આગામી 7 દિવસ સુધી બંધ
રેલવે વિભાગ એની સિસ્ટમ અપડેટ કરી રહ્યો હોવાથી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ આવનારા સાત દિવસ સુધી બંધ રાખશે. શટડાઉન ની આ પ્રક્રિયા રાત્રે 11.30થી લઈને સવારે 5.30 સુધી ચાલશે.
રેલ વિભાગે કહ્યું કે, રાત ના સમય સિસ્ટમ અપડેટ કરવાનો નિર્ણય લેવાયો છે. કારણ કે રાત ના સમય પીઆરએસ પર ભારણ ઓછું હોય છે.
રવિવાર અને સોમવાર ની અડધી રાત થી આ શટડાઉન ચાલું થશે. રિઝર્વેશન ની સાથે રેલવે ટ્રેન ના નંબરની સાથે સિસ્ટમ અપડેટ કરશે. અપડેશન ના કારણે પીઆરાએસ સેવા ચાલુ રહેશે નહીં પેસેન્જર સર્વિસ સુધારવા રેલવે પગલાં ભરી રહી છે. જેમાં સાથ સહકાર આપવા માટે અપીલ કરી છે. 1700 જેટલી ટ્રેન ને કોરોના કાળ પહેલા જે રીતે દોડતી હતી એમ સામાન્ય કરી દેવાય છે. આ સાથે કોઈ વધારાનો દર નાખવામાં આવ્યો નથી.