ટી-20 વર્લ્ડ કપ 2021માં ખરાબ પ્રદર્શન કર્યાં બાદ હાર્દીક પંડ્યાને ટીમ ઈન્ડિયાથી બહાર કરવામાં આવ્યો છે અને હવે આ ઓલરાઉન્ડર નવી મુસીબતમાં ફસાયો છે. સમાચારો સામે આવી રહ્યાં છે કે, હાર્દીક પંડ્યા પાસેથી અંદાજે 5 કરોડની કિંમતની બે ઘડીયાળો મળી આવી છે જેને એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગે જપ્ત કરી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

હાર્દીક પંડ્યાની પાસેથી 5 કરોડ રૂપિયાની ઘડીયાળોનું કોઈ બિલ નથી અને તેને કોઈ ડિક્લેર પણ કર્યું હતુ નહીં. જણાવી દઈએ કે હાર્દીક પંડ્યા ટીમની સાથે રવિવારે સ્વદેશ પરત આવ્યાં છે. પરંતુ કસ્ટમ વિભાગે રોકી લીધા અને તેની પાસે રહેલી મોંઘી ઘડીયાળોને પણ કબ્જે કરી છે.

જણાવી દઈએ કે, હાર્દીક પંડ્યાને મોંઘી ઘડીયાળોનો શોખ છે. આઈપીએલ 2021 દરમયાન આ ખેલાડીએ Phillippe Nautilus Platinum 5711 ઘડીયાળ પહેરી હતી. જેની કિંમત 5 કરોડથી વધારે છે. આ પ્રકારની ઘડીયાળો દૂનિયામાં ઘણા ઓછા લોકાની પાસે જ છે.

વર્ષ 2019માં પણ હાર્દીક પંડ્યાએ પોતાના એક ફોટો શેર કર્યો હતો જેમાં તે હોસ્પિટલના બેડ ઉપર સુતો હતો અને તેના હાથમાં સોનાની ઘડીયાળ હતી.

જણાવી દઈએ કે, વિતેલા વર્ષમાં હાર્દીક પંડ્યાના મોટા ભાઈ કૃણાલ પંડ્યા પણ મોંઘી ઘડીયાળ મુદ્દે ફસાયા હતા. તેણે પણ લાખો રૂપિયાની ઘડીયાળોની જાણકારી કસ્ટમ વિભાગને આપી ન હતી. જે બાદ તેને જપ્ત કરવામાં આવી હતી.