Saturday, January 25, 2025
HomeNationalબુક ઉપર વિવાદઃ કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના ઘર ઉપર તોડફોડ, આગજનીની ઘટના

બુક ઉપર વિવાદઃ કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના ઘર ઉપર તોડફોડ, આગજનીની ઘટના

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના નવા પુસ્તકને લઈને વિવાદ પૂર્ણ થવાનું નામ લેતો નથી. નૈનિતાલના રામગઢ સ્થિત તેના ઘર ઉપર તોડફોડ અને આગજનીની ઘટના સામે આવી છે. સલમાન ખુર્શીદે ખુદની તેની જાણકારી ફેસબુક ઉપર આપી હતી. ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ડીઆઈજી કુમાઉ તરફથી કહેવામાં આવ્યું છે કે, ઘટનામાં કોઈ સંગઠનનો હાથ છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

જણાવી દઈએ કે તાજેતરમાં જ ખુર્શીદે સનરાઈઝ ઓવર અયોધ્યા નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકકમાં હિન્દુત્વની તુલના આતંકી સંગઠન ISIS અને બોકો હરામ સાથે કરી છે. તેની સાથે જ તેણે હિન્દુત્વની રાજનીતિને ખતરનાક ગામવી છે. ફેસબુક પોસ્ટમાં સલમાન ખુર્શીદે લખ્યું છે કે, શું હું હજુ પણ ખોટો છું, શું આ હિન્દુત્વ હોઈ શકે છે. તેની સાથે જ તેના ઘણા વીડિયો પણ શેર કર્યાં હતાં. જેમાં કેટલાક લોકો કથિત રૂપે ભાજપના ઝંડા લઈને નજરે પડ્યાં હતા અને ધાર્મિક નારા લગાવી રહ્યાં હતાં.

ખુર્શીદે અન્ય એક પોસ્ટમાં કહ્યું છે કે, તો હવે આવો વિવાદ છે કે શરમ એ ઘણો અપ્રભાવી શબ્દ છે. તે સિવાય મને હજુ પણ આશા છે કે અમે એક દિવસ તેની સાથે તર્ક કરી શકીશું અને અસહમત થવા ઉપર સહમત થઈ શકીશું. ખુર્શીદે પોતાના ફેસબુક ઉપર મુકેલા ફોટોમાં નૈનિતાલમાં તેના ઘર ઉપર ટુટેલી બારીના કાચ અને સળગતા દરવાજા દેખાઈ રહ્યાં છે.
આ ઘટના ઉપર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ટ્વિટ કરીને કહ્યું છે કે આ શરમજનક ઘટના છે. સલમાન ખુર્શીદ એક રાજનેતા છે. તેણે ભારતને આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે અને હંમેશા દેશના એક ઉદારવાદી, મધ્યમાર્ગી, સમાવેશી દ્રષ્ટિકોણને જમીની સ્તર ઉપર વ્યક્ત કર્યું છે. આપણી રાજનીતિમાં અસહિષ્ણુતાના વધતા સ્તરની સત્તામાં બેસેલા લોકોએ નિંદા કરવી જોઈએ.

રવિવારે ભાજપના ધારાસભ્ય રાજા સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સલમાન ખુર્શીદના નવા પુસ્તક ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. રાજા સિંહે કોંગ્રેસ નેતા ઉપર હિન્દુઓને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW