‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સ્ટાર બબીતાજી-મુનમુન દત્તા ફરી એકવખત પોતાની ફીટનેસ જર્નીને કારણે ચર્ચામાં છે. આ વખતે તેનું નામ કોઈ વિવાદમાં નથી. પોતાના ટ્રાંસફોર્મેશન અંગે તે દિલ ખોલીને વાત કરી રહી છે. સોશિયલ મીડિયા પર ટીવી પદડાની બબીતાજીનો એક નવો લુક જોવા મળ્યો છે. જેને જોઈને ફેન્સથી લઈને અન્ય લોકો પણ ચોંકી ગયા છે. ટીવીની દુનિયાના લોકપ્રિય શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા તરીકે મુનમુને પોતાનો એક અલગ ચાહક વર્ગ ઊભો કર્યો છે.

બબીતાજીનું નામ દેશના દરેક પરિવારમાં લોકપ્રિય બની ગયું છે. તાજેતરમાં તેણે પોતાના સોશિયલ મીડિયા પરથી પોતાની વેઈટલોસ જર્ની શેર કરી છે. આ સાથે તેમણે પોતાના કેટલાક ફોટા પણ પોસ્ટ કર્યા છે. વજન ઓછું કરવા માટે મુનમુન દરરોજ જીમમાં જઈને કસરત કરતી હતી. આ સાથે તે પોતાના ડાયેટ પ્લાન પર ફોક્સ કરીને એને પણ ફોલો કરતી હતી. પોતાના ફોટા પોસ્ટ કરી તેણે એવું લખ્યું છે કે, ચાર મહિના બાદ જીમમાં કમબેક કર્યું છે. જેને હવે તે પોતાની દરરોજની લાઈફનો પાર્ટ બનાવવા માગે છે.

બોડી શેઈપમાં રાખવા અને ફીટનેસ વધારવા માટે તેણે જીમમાં પરસેવો પાડવાનું શરૂ કરી દીધુ છે. આ ઉપરાંત તે પોતાના ડાયેટને લઈને પણ ખૂબ સિરિયસ છે. જમવામાં પણ ખૂબ ધ્યાન આપી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટ પરથી ખ્યાલ આવે છે કે, તે પોતાની ફીટનેસને લઈને ઘણી સીરિયસ થઈ ચૂકી છે. એના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ફેન્સ એના વખાણ કરી રહ્યા છે. પોતાનું વજન ઓછું કરવા માટે તેણે @itsallaboutjourney નામનો એક પ્રોગ્રામ જોઈન કર્યો હતો. જેમાંથી તેને ફીટ રહેવાની પ્રેરણા મળી હતી. તે પોતાની આ નવી ફીટનેસ જર્નીને લઈને ખૂબ જ ઉત્સાહી છે અને પ્રેરિત થઈ છે.

એના ચહેરા પર એક નવી તાજગી અને ખુશી જોવા મળી રહી છે. મુનમુન પોતાના કામની સાથોસાથ સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ એક્ટિવ રહે છે. સમયાંતરે તે જ્યાં પણ ફરવા માટે જાય છે ત્યાંના ફોટો શેર કરે છે. આ સિવાય ટ્વીટર ઉપર પણ અનેક એવા વિષયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપે છે.

છેલ્લા થોડા સમયમાં શૉને કારણે મુનમુનની લોકપ્રિયતામાં વધારો થયો છે. સેટ ઉપર પણ તેને કેટલાક લોકો બબીતાજીના નામથી જ બોલાવે છે. તે મૂળ કોલકાતાની છે અને હાલ તે મુંબઈમાં રહે છે. તાજેતરમાં જ તેણે પોતાનું એક નવું ઘર ખરીદ્યુ હતું. તે પોતાના કામ અને ફીટનેસને લઈને બીજા પણ પ્રેરણા આપી રહી છે.
