વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નના વાવડ મળી રહ્યા છે. પણ આ મામલે બંનેમાંથી કોઈએ ખાસ ખોખવટ કરી નથી. પણ હવે વિક્કી કૌશળના ઘરની અંદર ની તસવીર સામે આવી છે. જેમાં એના નાનકડા જીમ થી લઈને લિવિંગ રૂમ સુધી એક અનોખો નજારો જોવા મળ્યો છે. આ ઉપરાંત એના ઘરનું લોકેશન પણ બહુ જ મસ્ત છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં રહે છે.
એક તસવીરમાં વિક્કી પોતાના ઘરની બાલ્કની માઠી સન રાઈઝ ની પળ માણી રહ્યો છે. રિયલ લાઇફ વિક્કી ખૂબ જ મસ્તીખોર છે. પણ પોતાના એક એક સીન અને ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરે છે. પણ ફિલ્મ પછી થોડો બ્રેક લઈને આરામ કરવામાં પણ સમય ફાળવે છે. વિક્કી ના ઘરની તસવીર જોઈને કોઈ ને પણ એક વખત અહીંયા રોકાવાની ઈચ્છા થશે. એના ઘરના ફ્લોર પરથી મુંબઈ નો સરસ નજારો દેખાઈ છે. તો સૂરજ ની પહેલી કિરણ પણ એના ઘરમાં આવી રહી છે.
ખરેખર અંધેરીમાં એના એપાર્ટમેન્ટનું લોકેશન ખૂબ જ મસ્ત છે. જ્યાંથી મુંબઈની અન્ય ગગનચુંબી ઈમારત દેખાઈ રહી છે. આ સાથે હવા ઉજાશ પણ સારા છે. આ સાથે ફેમ એવોર્ડ મળ્યા બાદ તે ઘરે ચિંતામુક્ત થઈને આરામ કરી રહ્યો છે એવી તસવીર પણ સામે આવી છે. વિક્કીનું બાળપણ ખૂબ જ નાના ઘરમાં પસાર થયું છે. પણ અત્યારે એનું ઘણ આલિશાન કહી શકાય એવું છે
મુંબઈમાં જ્યારે કોરોના વાયરસનો કાળો કહેર વર્તાયો હતો ત્યારે એનું એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું હતું. એના લિવિંગ રૂમમાં દિવસના સમયે કોઈ લાઈટ ચાલું કરવાની જરૂર પડતી નથી એટલા મોટા સ્પેસ પર કુદરતી રીતે અજવાડું આવે છે. આ રૂમની તસવીર વિક્કી પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર પણ શેર કરી ચૂક્યો છે.
આ સિવાય પોતાના ઘરમાં જ વર્કઆઉટ કરવા માટે એક અલગથી રૂમ તૈયાર કર્યો છે. જેમાં કસરતના સાધનો અને કરસત કરવા માટે અલગથી સ્પેસ આપવામાં આવી છે. વિક્કી પોતાની ફીટનેસને લઈને ખૂબ જ સીરિયસ છે.
આવું ઘર લેવા માટે વિક્કીએ ખૂબ જ મહેનત કરી હતી. એના બેડરૂમમાં વુડન ફ્લોર છે. જે રૂમને અલગ લુક્સ આપે છે.
જ્યારે વિક્કી નવરાશની પળમાં મોટાભાગનો સમય પોતાની ગેલેરીમાં પસાર કરે છે. જ્યાંથી સનસેટ અને સનરાઈઝ બંને મસ્ત દેખાઈ રહ્યા છે. ખાસ તો જ્યારે ચોમાસું સીઝન શરૂ થાય ત્યારે એની ગેલેરીમાંથી નજારો જોવા જેવો હોય છે.