મોરબી માર્કેટીંગ યાર્ડમાં દિવાળી પહેલા કપાસની ગાંસડીમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં મોટા પાયે કપાસની ગાંસડીઓ ભસ્મીભૂત થઈ ગઈ હતી.
આ ઘટનામાં બાદમાં તપાસ કરતા કુલ 43 ખેડૂતોને નુકશાન થયું હોવાનું સામે આવ્યું હતું.રવિવારે મંત્રી બ્રિજેશ મેરજા,મોરબી એપીએમેસીના ચૅરમેન ભવનભાઈ ભાગીયા યાર્ડના પૂર્વ ચેરમેન મગન વડાવીયા, વગેરે આગેવાનીમાં આ 43 ખેડૂતોને એક ગાસડીમાં 3 મણ કપાસ લેખે હાલના બજાર ભાવ લેખે ગણતરી કરવામાં આવી હતી.
આમ કુલ રૂ.27,83,319 નુંવળતર ચૂકવવામાં આવ્યું હતું.
આ તકે મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે યાર્ડમાં અકસ્માતે લાગેલી આગની ઘટના બની હતી બનાવમાં ગણતરીના દિવસમાં ખેડૂતોને બજાર ભાવે વળતર ચૂકવી એક સરાહનીય કામગીરી રહી છે.જે ખરેખર સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી છે.
આ તકે સાંસદ મોહન કુંડારીયા,જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજી દેથરીયા,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી ગડારા,સહિતના ભાજપ અગ્રણી હાજર રહ્યા હતા.