મોરબીમાં આજે શનાળા રોડ પર આવેલ એક ફાર્મ હાઉસમાં આજે જિલ્લા ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા સીએમ બન્યા બાદ પહેલીવાર મોરબી આવતા મોરબીના કાર્યકરોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું અને તેમને આવકરવા અને સન્માન કરવા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહયા હતા
સીએમ પટેલે પોતાના સંબોધનની શરુઆત કાર્યકરોને મધ્યમાં રાખતા જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી કાર્યકરો દોડાદોડી કરે અને માત્ર 10 મીનીટમાં કાર્યક્રમ પતાવી નીકળી જાય તો કાર્યકરની કેવી હાલત થાય તે હું સારી રીતે સમજી શકું કારણ કે હું પણ તમારી જેમ કાર્યકર તરીકે જ આવ્યો છે.જેથી તમારી પીડા સમજી શકું કાર્યકરોને ખુશ રહે તે માટે હોદેદારો દરેક કાર્યકરમાં રણછોડ જુએ અને તેમની સમસ્યા સમાધાન કરે તે જરૂરી છે મોરબીના સિરામિક ઉધોગકારો નું ઉદાહરણ આપતા જણાવ્યું કે સિરામિકમાં કોમ્પીટીશન નથી કોઈ ઉધોગ કાચો પડે તો બીજા ઉધોગકાર તેને સાચવી લે છે.જો તે ધંધામાં કોમ્પિટિશન માં નથી તો આપણે ક્યાં ધંધો લઈને બેઠા છીએ અહી કોઈ કોમ્પિટિશન ક્યાંથી હોય છે.
તમારા વિસ્તારમાં કોઈ પણ વિકાસના કામ લઈને આવશો તો અમે હમેશા સોમવારે અને મંગળવારે ગાંધીનગર મળીશું કેન્દ્રમાં મોદી સરકાર છે ત્યાં સુધી ફંડની કોઈ ચિંતા નથી તમારા શક્ય હોય એવા કામ કરવામાં આવશે. તમે જે પણ કામ લઈને આવશો. ત્યારે આગેવાન અને કાર્યકરનો વટ્ટ પડી જાય તેવું કામ કરીને આપીશું.તમારે કામ લઈને આવવાનું આયોજન મારે કરવાનું છે બસ સાચા કામ લઈને આવશો એટલે સરકાર કામ કરશે
અધીકારીઓની બદલી મામલે ટકોર કરતા જણાવ્યું કે અધીકારીઓની બદલીમાં મારે જોવું પડે કારણ કે આખા રાજ્યમાં ભાજપની સરકાર છે એક અધિકારી એક જીલ્લામાં હોય તો બીજા જીલ્લામાંથી ઉપાડીને મુકવાનો હોય અને અહીંથી ઉપાડી બીજા જીલ્લામાં અન્ય કોઈ વિકલ્પ નહીને
આગામી વિધાન સભા ચુટણીની તૈયારી શરુ કરવા અને કાર્યકરોને મહેનત કરવા જણાવી આગામી ચુંટણીમાં 182 સીટ લાવવા હાકલ કરી હતી.